ટ્રેન્ડિંગનેશનલ

‘વડાપાવ ગર્લ’ની ધરપકડના વાયરલ વીડિયોમાં કેટલું સત્ય?, પોલીસે જણાવી હકીકત

Text To Speech

નવી દિલ્હી, 4 મે : ‘વડાપાવ’ ગર્લ તરીકે જાણીતી ચંદ્રિકા ગેરા દીક્ષિતનો દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં દિલ્હી પોલીસના પુરુષ અને મહિલા કર્મચારી એક યુવતીને બળજબરીથી ખેંચી જતા જોવા મળે છે. વીડિયોમાં દેખાતી આ છોકરી ‘વડાપાવ ગર્લ’ હોવાનું કહેવાય છે. જો કે આ મામલો વેગ પકડ્યા બાદ હવે દિલ્હી પોલીસે આ અંગે સ્પષ્ટતા આપી છે.

વડાપાવ વેચતી મહિલાની પોલીસે કથિત રીતે ધરપકડ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે શનિવારે આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે મહિલાની ધરપકડ કરવામાં આવી નથી અને તેની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ‘વડાપાવ’ ગર્લ તરીકે જાણીતી ચંદ્રિકા દીક્ષિત બહારી દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં એક રોડની ફૂટપાથ પર ફૂડ સ્ટોલ ચલાવે છે. થોડા દિવસો પહેલા, તેણીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણી અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો જ્યારે તેણી તેના સ્ટોલ પાસે કેટલાક લોકોને સર્વ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે તેના સ્ટોલ પાસે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. આ પછી, પોલીસને આ વિસ્તારમાં ટ્રાફિક જામ અંગે રહેવાસીઓ તરફથી ફરિયાદો મળી હતી.

ચંદ્રિકા ગેરા દીક્ષિત એક સ્થાનિક સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે, જે દિલ્હીના મંગોલપુરીમાં વડાપાવનો સ્ટોલ ચલાવે છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ઘણી વધારે છે. તે અચાનક સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થઈ ગઈ જ્યારે તે એક વખત MCD પ્રતિનિધિ સાથે ફોન પર વાતચીત દરમિયાન રડતી જોવા મળી હતી. તેણે દાવો કર્યો હતો કે તેઓએ તેનો સ્ટોલ હટાવવાની ધમકી આપી હતી.

આ પણ વાંચો: ‘પહેલા રાયબરેલી તો જીતો …!’: રાહુલ ગાંધીના ફેવરેટ ચેસ ખેલાડીએ તેમની જ પર કર્યો કટાક્ષ

Back to top button