અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

EVENING NEWS CAPSULEમાં વાંચો સ્મૃતિ ઈરાનીએ આપેલા જવાબમાં કેટલી સત્યતા, કૃષિમંત્રી દેશી દારૂ પી ગયા, જાણો શું સંસદમાં રાહુલે ફ્લાઈંગ કિસ કરી.?

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર આકરા પ્રહાર
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે સંસદ પદ પરત મળ્યા બાદ પ્રથમ વખત ચર્ચામાં ભાગ લીધો છે. જેમાં રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં રાહુલે આરોપ લગાવ્યો કે, મોદી સરકારે મણિપુરમાં ભારત માતાની હત્યા કરી છે. ત્યારે આ વાતનો વળતો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર આકરા પ્રહાર કર્યા છે.

વધુ વાંચો : સ્મૃતિ ઈરાનીએ રાહુલના પ્રશ્નોના આપેલા જવાબમાં કેટલી સત્યતા?

કૃષિમંત્રી દેશી દારૂને ચરણામૃત સમજીને પી ગયા
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો.

વધુ વાંચો : કૃષિમંત્રી રાઘવજી પટેલે દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો, જૂઓ પછી શું થયું ?

અમદાવાદથી 7 અને વડોદરાથી 4 હવાઈ સેવાઓ શરૂ કરવાની તૈયારી
ગુજરાતના નાના શહેરોને અમદાવાદ અને વડોદરા એરપોર્ટથી હવાઈ સેવાથી જોડવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રિજનલ ક્નેક્ટિંગ સ્ક્રીમ હેઠળ સરકારે અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પરથી 11 રૂટ પર નવી ફ્લાઈટો શરૂ કરવા ટેન્ડર મંગાવ્યા છે. ગુજરાતમમાં અનેક વખત નિષ્ફળ ગયેલી રાજ્યના શહેરોને જોડતી હવાઈ સેવા ફરી એકવાર શરૂ કરવા માટે સરકારના સિવિલ એવિયેશન વિભાગે તૈયારી કરી છે.

વધુ વાંચો : અમદાવાદ અને વડોદરા એરપોર્ટથી 11 નવા રૂટ પર ફ્લાઈટો શરૂ કરાશે, જાણો ક્યાં નાનાં શહેરોને જોડવા સરકારે ટેન્ડર મંગાવ્યા

નેચરલ હીરા એક્સપોર્ટ કરી હવાલાનો પર્દાફાશ કરવામાં આવ્યો
સુરતમાં હીરાના હવાલા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં સુરતમાં રૂપિયા 204 કરોડના હીરાના હવાલા કૌભાંડમાં ઈન્કમટેક્સે પણ ઝંપલાવ્યું છે. તેમાં મીત કાછડીયા સામે બેનામી એક્ટ હેઠળ તપાસ શરૂ કરાઇ છે. તથા હીરા જપ્ત કરાશે.

વધુ વાંચો : સુરતમાં હીરાના હવાલા કૌભાંડમાં થયા ચોંકાવનારા ખુલાસા

મુખ્યમંત્રી તાપી જિલ્લાના ગુણસદા ગામે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થશે
આજથી ‘મેરી માટી મેરા દેશ’નો ગુજરાતભરમાં આરંભ થશે. જેમાં મુખ્યમંત્રી આજે તાપીમાં, 14 જિલ્લામાં મંત્રીઓ વિશ્વ આદિવાસી દિવસ ઊજવશે. સાથે જ ગામેગામથી એકત્રિત થનારી માટી તાલુકા દિઠ એક કળશમાં એકત્રિત કરવામાં આવશે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ વચ્ચેના 14 જિલ્લામાં ઉજવણી થશે.

વધુ વાંચો : ‘મેરી માટી મેરા દેશ’નો ગુજરાતભરમાં આરંભ, મુખ્યમંત્રી આજે તાપીમાં વિશ્વ આદિવાસી દિવસ ઊજવશે

રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઈંગ કિસ કરી.?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાષણ આપ્યું હતું. પરંતુ તેમના ભાષણ બાદ વિવાદ ઉભો થયો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર મહિલા સાંસદોને ફ્લાઈંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે ભાજપના અનેક મહિલા સાંસદો તરફથી લોકસભા અધ્યક્ષને ફરિયાદ પણ કરવામાં આવી છે. આવો જાણીએ આખો મામલો અને એ પછી શું થયું કે રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઈંગ કિસ કરી.?

વધુ વાંચો : એવુું તો શું થયું કે રાહુલ ગાંધીએ સંસદમાં ફ્લાઈંગ કિસ આપી? પછી થઈ ગયો હંગામો

રાવણની જેમ મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે : રાહુલ ગાંધી
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. જેમાં અમિત શાહ સહિત રાહુલ ગાંધી પણ સામેલ થયા છે. સાંસદ પદ પરત મળ્યા બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યા છે. જો કે, પહેલીવારમાં જ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે.

વધુ વાંચો : રાવણ ફક્ત બે લોકોની વાત સાંભળતો હતો; એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે : રાહુલ ગાંધી

 

 

Back to top button