ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

દિવસમાં કેટલા પ્રમાણમાં ગળપણ લો, તો હેલ્થ પર ખરાબ અસર ન પડે?

  • ડબલ્યુએચઓએ સુગરના વપરાશને લઈને એક ગાઈડલાઈન જારી કરી છે. તેમાં જણાવાયું છે કે વ્યક્તિ એક દિવસમાં કેટલી ખાંડ ખાઈને હેલ્ધી અને બીમારીઓ સામે સેફ રહી શકે છે

ખાંડ ખાવી સૌથી વધુ નુકસાનકારક છે, પરંતુ સ્વાદનું શું? હંમેશા સ્વીટ ખાવાનું પસંદ કરતા લોકોને તો મીઠાઈ કે ગળપણ વગર બધું અધુરું લાગે છે, પરંતુ જો વધારે ગળી વસ્તુ ખવાઈ જાય તો ડાયાબિટીસનો ખતરો પણ આસપાસ મંડરાયા કરે છે. તે એક સાથે અનેક બીમારીઓ લાવે છે. ડબલ્યુએચઓએ સુગરના વપરાશને લઈને એક ગાઈડલાઈન જારી કરી છે. તેમાં જણાવાયું છે કે વ્યક્તિ એક દિવસમાં ટોટલ કેટલી સુગર ખાઈ શકે? હેલ્ધી અને બીમારીઓ સામે સેફ રહેવા માટે કુલ સુગરનું પ્રમાણ કેટલું હોવું જોઈએ.

ગળપણથી થતા નુકશાન

કોઈ પણ પ્રકારની ગળી વસ્તુઓ ખાવાથી માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ ધીમે ધીમે શરીરમાં બીજી પણ બીમારીઓ ફેલાય છે. ઘણી વખત બ્લડ સુગર સ્પાઈક થવાથી તમને નબળાઈ, ચક્કર આવવા, વજન વધવું, દાંતમાં કેવિટી જેવી તકલીફો થઈ શકે છે. આ કારણે પણ મીઠી વસ્તુઓ ખાવાથી દૂર રહેવાનું કહેવાયું છે.

એક દિવસમાં કુલ કેટલી સુગર લઈ શકાય?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ખૂબ જ સાયન્ટિફિક રીતે જણાવ્યું છે કે દિવસમાં તમામ પ્રકારની મીઠી વસ્તુઓ જેમાં ફ્રૂટ જ્યુસ, ફ્રુટ જ્યુસ કંસંટ્રેટ, મધ, સીરપ બધું જ સામેલ છે. આ બધી મીઠાસને ભેગી કરો તો એનર્જીના 10 ટકા કન્ઝ્યુમ કરવું જોઈએ. મતલબ કે જો આપણે બે હજાર કેલરી લેતી એડલ્ટ વ્યક્તિ છીએ તો 50 ગ્રામ કરતા પણ ઓછી સુગર લેવી જોઈએ. તેમાં નેચરલ મીઠાસ પણ સામેલ છે. આખા દિવસની કુલ સુગર તેમાં દરેક નેચરલ વસ્તુમાં સામેલ સુગર પણ આવી ગઈ, તે દસ નાની ચમચી કરતા પણ ઓછી હોવી જોઈએ.

sugar

નાના બાળકોએ કેટલી સુગર લેવી જોઈએ?

એકથી ત્રણ વર્ષના બાળકે લગભગ છ ચમચી સુગર એટલે કે 30 ગ્રામ જેટલી સુગર લેવી જોઈએ. 4થી 6 વર્ષના બાળકે 35 ગ્રામ કરતા વધુ સુગર ન લેવી જોઈએ. 7થી 10 વર્ષના બાળકે 42 ગ્રામથી વધુ સુગર ન લેવી જોઈએ. આપણને ખ્યાલ નથી આવતો પરંતુ 250 મિલી લીંબુના શરબતમાં 18 ગ્રામ ફ્રી સુગર હોય છે. આ રીતે સુગરની માત્રા દિવસભર ઉંમરના હિસાબે લેવી જોઈએ.

એક વર્ષ સુધી No Sugar

સંશોધનો અને એક્સપર્ટ્સ કહે છે કે જીવનના પહેલા એક વર્ષમાં બાળકોને સુગરની માત્રા સહેજ પણ ન આપવી જોઈએ.

સુગર હેલ્થ માટે ખતરનાક

જે બાળકો કે એડલ્ટ એક્ટિવ પર્સન નથી અને વર્કઆઉટ, જોગિંગ, એક્સર્સાઈઝથી દૂર રહે છે. તો એવા લોકોએ કોઈ પણ પ્રકારની મીઠાસથી દૂર રહેવું જોઈએ. ઈનએક્ટિવ લોકોએ સુગર બિલ્કુલ ન લેવી જોઈએ.

આ પણ વાંચોઃ ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના કમાલના ફાયદા, વજન પણ ઘટશે

Back to top button