શોરુમ માલિકને એક કાર વેચવા પર કેટલા રુપિયા મળે છે?
HD ન્યૂઝ ડેસ્ક, 29 મે: જ્યારે આપણે કોઈપણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે ખરીદનાર પણ તે વસ્તુ પર નફો મેળવવા માંગે છે. આ માટે વેપારી તે વસ્તુની વાસ્તવિક કિંમતમાં થોડી વધુ રકમ ઉમેરે છે. આ કારણે આ કિંમતમાં માર્જિન આવે છે. તેવી જ રીતે, કારની વાસ્તવિક કિંમત અને ઓન-રોડ કિંમત વચ્ચે તફાવત હોય છે. કાર ડીલરો આ કાર પર નફો કમાય છે. આ નફો કારની બ્રાન્ડ પ્રમાણે બદલાતો રહે છે.
કાર ડીલરો કેટલો નફો કરે છે?
કાર ડીલરો એક ગાડીના વેચાણ પર સારો નફો કમાય છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) એ પણ આ વિષય પર એક સર્વે પણ કરી ચૂક્યું છે. આ સર્વે અનુસાર ભારતમાં કાર ડીલરોને એક કારના વેચાણ પર 5 ટકાથી ઓછું માર્જિન મળે છે. FADA દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર આ માર્જિન 2.9 ટકાથી 7.49 ટકા સુધીની હોઈ શકે છે.
જો 10 લાખની કિંમતની કાર હોય તો શોરુમ માલિકને કેટલો નફો મળે?
ધારો કે કારની એક્સ-શોરૂમ કિંમત રૂ. 10 લાખ છે અને તમે જેની પાસેથી કાર ખરીદી રહ્યા છો તે કાર ડીલરે તે કાર પર 5 ટકા માર્જિન રાખ્યું છે, તો કાર ડીલરને આ 10 લાખ રુપિયાની કારનું વેચાણ કરવા પર રૂ. 50 હજારનો નફો થાય છે.
આ ઉપરાંત, લોકો જે કાર ખરીદે છે તેના પર અન્ય ઘણા પ્રકારના ટેક્સ પણ લગાવવામાં આવે છે, જે કારની ખરીદી સાથે ચૂકવવા પડે છે. આ સિવાય ખરીદનારને કારના વીમા અને અન્ય સંબંધિત કામો પર પણ કેટલાક વધારાના પૈસા ખર્ચવા પડે છે.
આ ડીલરશીપ આપે છે વધુ નફો
કાર ડીલરોનો નફો પણ કારની બ્રાન્ડ પર આધાર રાખે છે. FADAના રિપોર્ટ અનુસાર કાર ડીલર્સ મારુતિ અને MG મોટર્સના વાહનો પર સૌથી વધુ નફો કમાય છે. આ બંને કંપનીઓ તેમના ડીલરોને તેમની કાર પર 5 ટકા કે તેથી વધુ માર્જિન આપે છે. તે જ સમયે કારના માર્જિનમાં તફાવત પણ વિવિધ ક્ષેત્રો અનુસાર જોઈ શકાય છે.
આ પણ વાંચો: મેડ ઇન ઇન્ડિયા કાર: ભારતીયો માટે રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ 18-22 ટકા થશે સસ્તી!