અમેરિકાના કોલોરાડોમાં 2 માલવાહક ટ્રેન વચ્ચે અથડામણ: પુલને નુકસાન, 2 ક્રૂ મેમ્બરને પહોંચી ઈજા

કોલોરાડો, 24 ઓગસ્ટ: અમેરિકાના કોલોરાડોમાં આવેલા બોલ્ડરમાં બે માલવાહક ટ્રેન વચ્ચે અથડામણ થઈને પાટા પરથી ઉતરી ગઈ હતી. જેને પરિણામે એક રેલ પુલના વિનાશ સહિત નોંધપાત્ર નુકસાન થયું હતું અને બે ક્રૂ મેમ્બરને ઇજા પહોંચી હતી. આ અકસ્માત પર્લ પાર્કવે નજીક, 48th અને અરાપાહોની નજીક થયો હતો, જે ટેમ્પરરી રૂપે આ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો હતો જ્યાં સુધી શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ ફરીથી ખોલવામાં ન આવે. બોલ્ડરમાં આ ટ્રેન અકસ્માતને કારણે ઇંધણ લીક થયું હતું.
બોલ્ડર પોલીસે X પર જણાવ્યું હતું કે, ટ્રેન લગભગ એક માઈલ લાંબી છે, તેથી તેને સાફ કરવામાં અને કારને ખસેડવામાં થોડો સમય લાગશે. એક્સેલ એનર્જી હાલમાં આ ઘટનામાં ક્ષતિગ્રસ્ત પાવર લાઇનને સુધારવા માટે કામ કરી રહી છે. બોલ્ડર કોમ્યુનિટી હોસ્પિટલની ઉત્તરે થયેલી અથડામણનું કારણ તપાસ હેઠળ છે. કેટલાક વૃક્ષો સિવાય શહેરની કોઈ મિલકતને નુકસાન થયું નથી.
BREAKING – Two trains collided in a shocking head-on crash in Boulder, Colorado
— Insider Paper (@TheInsiderPaper) August 23, 2024
અકસ્માતના સોશિયલ મીડિયા પર વીડિયોમાં જોવા મળ્યા
જજ વિસ્તારના રસ્તાઓ કેટલાક કલાકો સુધી બંધ રહ્યા હતા જ્યારે અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી અને બળતણ સાફ કર્યું હતું. વિભાગે શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, આ તમામ રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા છે. આ અકસ્માતના સોશિયલ મીડિયા પર રહેલા વીડિયોમાં જોવા મળે છે કે, બે ટ્રેનના એન્જિનને ભારે નુકસાન થયું છે. કાટમાળને દૂર કરવા માટે ભારે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
રેલવે પ્રશાસન અને પોલિસે શું કહ્યું?
BNSF રેલવેના ટ્રેન ઓપરેટર પ્રવક્તા કેન્ડલ સ્લોને શુક્રવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે, અથડામણનું કારણ તપાસ હેઠળ છે. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, બોલ્ડર ક્રીક નજીક ચાલતા ટ્રેક પર ક્રેશ ગુરુવારે લગભગ 11:15 વાગ્યે થયો હતો. સ્લોનના જણાવ્યા અનુસાર, બે ક્રૂ સભ્યો, જેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તેમને નાની ઇજાઓ સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, લોકોમોટિવમાંથી ઇંધણનો “નાનો જથ્થો” છલકાય ગયો હતો પરંતુ તેન કોઈ અસર કરતું નથી. સ્લોને લખ્યું કે, “કર્મચારીઓ ઘટનાને શક્ય તેટલી ઝડપથી અને સુરક્ષિત રીતે સાફ કરવા માટે સ્થળ પર કામ કરી રહ્યા છે. લોકો માટે કોઈ ખતરો નથી.”
To support safely removing the train cars after last night’s collision, Xcel Energy will be depressurizing two natural gas pipelines this evening. Don’t be alarmed if you see a tall flame, or smell natural gas, in the area of the Valmont Power Plant or near the collision site.
— Boulder Police Dept. (@boulderpolice) August 23, 2024
પોલીસ વિભાગે X પરના અન્ય અપડેટ્સમાં જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં એક રેલ બ્રિજ પણ નાશ પામ્યો હતો અને વિસ્તારની વિદ્યુત લાઇનને અસર થઈ હતી, જેના કારણે લગભગ એક ડઝન ગ્રાહકોને અસર થઈ હતી. વિભાગે X પર સ્વીકાર્યું કે, તે શરૂઆતમાં એવું માનતું હતું કે ટ્રેનના એન્જિનમાંથી ઈંધણ ખાડીમાં લીક થઈ રહ્યું છે, પરંતુ હવે એવું લાગે છે કે ઈંધણ રેતી દ્વારા શોષાઈ ગયું હતું જે ટ્રેનના એક ડબ્બામાંથી છલકાઈ ગયું હતું.
આ પણ જૂઓ: રાજસ્થાનમાં જ્વેલરીની દુકાનમાં બદમાશોએ ચલાવી લૂંટ, માલિકની ગોળી મારીને હત્યા; જૂઓ વીડિયો