ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

છેલ્લા 10 વર્ષમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં કેટલો ઉછાળો આવ્યો? સંસદમાં મંત્રીના જવાબે ચોંકાવ્યા

Text To Speech
  • છેલ્લા 10 વર્ષમાં ટેલિફોન કનેક્શનમાં 26.57 કરોડનો વધારો
  • 2014માં મોબાઈલ કનેક્શનની સંખ્યા 90.45 કરોડ હતી, જે 2024 સુધીમાં 116.59 કરોડ થઈ ગઈ
  • ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન અને બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શનમાં પણ જબરદસ્ત ઉછાળો

નવી દિલ્હી, 24 જુલાઈ : દેશમાં મોબાઈલ કનેક્શન, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. સંસદમાં પૂછાયેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે સંસદમાં આ અંગે નિવેદન આપ્યું છે. લોકસભાના સભ્યો કૃષ્ણ પ્રસાદ ટેનેટી અને વાય.એસ.અવિનાશ રેડ્ડીએ સરકારને પૂછ્યું કે છેલ્લા એક દાયકામાં ટેલિફોન અને મોબાઈલ કનેક્શનની કુલ સંખ્યામાં કેટલો વધારો થયો છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ એક્સેસમાં શું વધારો થયો છે. લોકસભાના સભ્યએ એમ પણ પૂછ્યું કે આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) કેટલું વધ્યું છે.

આ પણ વાંચો : ..ત્યારે 167ના મૃત્યુ, આજે 18 લોકોએ ગુમાવ્યા જીવ, શું છે રહસ્ય, નેપાળના આ એરપોર્ટ પર કેમ લપસી જાય છે પ્લેન?

રાજ્યમંત્રીએ આ જવાબ આપ્યો

તેના જવાબમાં સંદેશાવ્યવહાર અને ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્ર શેખરે જણાવ્યું હતું કે 31.03.2014 સુધી ટેલિફોન કનેક્શન 93.3 કરોડ હતા, જ્યારે 31.03.2024 સુધીમાં તેમની સંખ્યા વધીને 119.87 કરોડ થઈ ગઈ છે. આમ છેલ્લા 10 વર્ષમાં ટેલિફોન કનેક્શનમાં 26.57 કરોડનો વધારો થયો છે. આ ડેટા TRAIના 2014 થી 2024 સુધીના ટેલિકોમ સર્વિસ પરફોર્મન્સ ઈન્ડિકેટર્સ પરના ત્રિમાસિક રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે.

મોબાઈલ કનેક્શન 10 વર્ષમાં આટલા વધી ગયા

31.03.2014 સુધીમાં દેશમાં મોબાઈલ કનેક્શનની સંખ્યા 90.45 કરોડ હતી, જે 31.03.2024 સુધીમાં વધીને 116.59 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન વિકાસ દર 28.90 ટકા રહ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, 31.03.2014 સુધીમાં ઇન્ટરનેટ સબસ્ક્રિપ્શન 25.16 કરોડ હતું, જે વધીને 31.03.2024 સુધીમાં 95.44 કરોડ થઇ ગયું છે. આ સમયગાળા દરમિયાન વિકાસ દર 279.33 ટકા રહ્યો હતો. તે જ સમયે, 31.03.2014 સુધીમાં બ્રોડબેન્ડ સબસ્ક્રિપ્શન 6.09 કરોડ હતું, જે 31.03.2024ના રોજ 92.41 કરોડ થઇ ગયું હતું.

આ પણ વાંચો : શું ફરી નજીક આવી રહ્યો છે બચ્ચન-ગાંધી પરિવાર? સંસદમાં દેખાયું શાનદાર બોન્ડિંગ, જુઓ વીડિયો

Back to top button