સ્પોર્ટસ

ગત ઓસ્ટ્રેલિયા શ્રેણી કરતાં આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેટલી બદલાઈ, આ ખેલાડીઓ થયા ઘર ભેગા

ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. જેના માટે બંને ટીમો બધી જ રીતે તૈયાર છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીએ નાગપુર ખાતે રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી પણ રમાશે.

 

આ શ્રેણીની શરૂઆતની બે ટેસ્ટ માટે રોહિત શર્મા કેપ્ટન અને કેએલ રાહુલને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. ટેસ્ટ શ્રેણીમાં છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે દબદબો રહ્યો છે. છેલ્લે 2014માં ઓસ્ટ્રેલિયાએ ઇન્ડિયા સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી હતી. 2014 પછી ત્રણ ટેસ્ટ શ્રેણી થઇ જેમાં ટીમ ઇન્ડિયાએ કાંગારુઓએ કારમી હાર આપી હતી.

આ પણ વાંચો:ICCએ 2022ની સર્વશ્રેષ્ઠ T20 ટીમની કરી જાહેરાત, આ ભારતીય ખેલાડીઓના નામ થયા સામેલ

ગત ટેસ્ટ શ્રેણી જીતાડનાર કેપ્ટન રહાણે જ બહાર

ગત 2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઇન્ડિયા 2-1થી ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ શ્રેણીથી અત્યાર સુધી ટીમ ઇન્ડીયામાં ઘણાબધા ફેરફાર જોવા મળ્યાં છે. વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દેતા રોહિત શર્માના હાથમાં કમાન આવી છે. ગત શ્રેણીની ત્રણ મેચોમાં કેપ્ટનશીપ કરી રહેલા અજિન્ક્ય રહાણે પણ ટીમ ઇન્ડિયાથી બહાર છે.

ગત શ્રેણીની પહેલી મેચમાં વિરાટ કોહલી કેપ્ટન હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર પછીની બાકીની ત્રણ મેચોમાં રહાણેએ કેપ્ટનશીપ સંભાળી હતી અને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 2-1થી જીતી હતી. આ શ્રેણીમાં રહાણે સિવાય ચેતેશ્વર પુજારા, ઋષભ પંત અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓ ઉભરીને બહાર આવ્યા હતા. કાર એક્સીડેંટના લીધે ઋષભ પંત આ શ્રેણીથી બહાર છે.

આ પણ વાંચો:ઈજાગ્રસ્ત ખેલાડીઓથી રોહિતનું ટેન્શન વધ્યું, ઓસ્ટ્રેલિયા સામેની નાગપુર ટેસ્ટમાં શું હશે પ્લેઇંગ-11?

ઓલઓવર રેકોર્ડમાં કાંગારું ટીમ ઇન્ડિયા પર ભારે

ઓલઓવર ટેસ્ટ રેકોર્ડમાં ટીમ ઇન્ડિયા સામે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 102 ટેસ્ટ મેચો રમાઈ જેમાં ઓસ્ટ્રેલિયાએ 43માં જીત મેળવી. ટીમ ઇન્ડિયાએ 30 મેચોમાં જીત હાંસિલ કરેલ છે જયારે 28 ટેસ્ટ મેચો ડ્રો રહી છે.

ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચોનો રેકોર્ડ

કુલ ટેસ્ટ મેચ : 102
ભારતની જીત : 30
ઓસ્ટ્રેલિયાની જીત : 43
ડ્રો : 28

આ પણ વાંચો:ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળ્યો ચાન્સ

2020-21માં ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલ ટીમ ઇન્ડિયા:

વિરાટ કોહલી (પ્રથમ ટેસ્ટ પછી બહાર થઇ ગયેલ), અજિન્ક્ય રહાણે (ત્રણ ટેસ્ટમાં કેપ્ટનશીપ કરેલ), ચેતેશ્વર પુજારા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત, રીધ્ધિમન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, પૃથ્વી શો, શુભમ ગિલ, હનુમાન વિહારી, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમી.

વર્તમાન ઓસ્ટ્રેલિયા શ્રેણીની પહેલી બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા:

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમ ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ પર આધાર), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકર, સુર્યકુમાર યાદવ.

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ (ટેસ્ટ શ્રેણી શેડ્યુલ):

પ્રથમ ટેસ્ટ – 9 થી 13 ફેબ્રુઆરી, નાગપુર
બીજી ટેસ્ટ – 17 થી 21 ફેબ્રુઆરી, દિલ્હી
ત્રીજી ટેસ્ટ – 1 થી 5 માર્ચ, ધર્મશાળા
ચોથી ટેસ્ટ – 9 થી 13 માર્ચ, અમદાવાદ

આ પણ વાંચો:…તો રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાશે…? BCCIની બેઠક બાદ ઉઠ્યાં સવાલો !

Back to top button