ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ઘરમાં આટલુ જ રાખી શકાય છે ગોલ્ડ, જાણો શું છે નિયમ?

Text To Speech

નવી દિલ્હી, 15 માર્ચ: ભારતમાં ગોલ્ડ ખરીદવાનું શુભ મનાય છે. ત્યારે મોટા ભાગના લોકો લગ્ન કે કોઇ શુભ અવસર પર જ ગોલ્ડ ખરીદવાનું પસંદ કરે છે. તેની સાથે ભારતીય મહિલાઓ ગોલ્ડના ઘરેણાઓ પહેરવાનું પણ ઘણું પસંદ કરે છે. ઉપરાંત ભવિષ્યમાં બાળકોના લગ્ નિમીત્તે ગોલ્ડ ખરીદીને પણ ઘરમાં રાખી મુકે છે. પરંતુ એક મર્યાદા સુધી જ તમે ગોલ્ડ ફિઝીકલ સ્વરૂપે ઘરામાં રાખી શકો છો તેના માટે જાણો શુ છે નિયમ.

જો તમે આ મર્યાદાથી વધુ ગોલ્ડ ઘરમાં રાખો છો તમારે આવકવેરા વિભાગને જવાબ આપવો પડશે. તેથી ગોલ્ડ ખરીદી પહેલા આ નિયમ તપાસી લેવો જોઇએ.

કેટલુ ગોલ્ડ ઘરમાં રાખી શકાય છે?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના અનુસાર કેટલીક ચીજોની ખરીદી પર કોઇ કર નથી. આ વશે મળેલી જાણકારી અનુસાર વારસામાં મળેલા પૈસા, એક મર્યાદા સુધી ગોલ્ડની ખરીદી કે સંગ્રહ અને કૃષિ આવક પર કોઇ કર આપવો પડતો નથી. તેથી તમે એક મર્યાદા સુધી ઘરમાં ગોલ્ડનો સંગ્રહ કરી શકો છો, તમારી સત્તાવાર રીતે કોઇ તપાસ હાથ ધરવામાં આવશે નહી.

  • અપરિણીત મહિલાઓ- અપરિણીત મહિલાઓ ઘરમાં માત્ર 250 ગ્રામ ગોલ્ડ રાખી શકે છે.
  • અપરિણીત પુરુષો- અપરિણીત પુરુષોને માત્ર 100 ગ્રામ ગોલ્ડ રાખવાની છૂટ છે.
  • પરિણીત મહિલાઓ- પરિણીત મહિલાઓ માત્ર 500 ગ્રામ ગોલ્ડ રાખી શકે છે.
  • પરિણીત પુરુષો- પરિણીત પુરુષો ઘરમાં માત્ર 100 ગ્રામ ગોલ્ડ રાખી શકે છે.

ગોલ્ડ પર GST: કેટલો ટેક્સ ભરવો પડશે?

જો તમે ગોલ્ડ વેચવા જાઓ છો, તો તમારે ગોલ્ડમાંથી મળેલી આવક પર સરકારને ટેક્સ ચૂકવવો પડશે. CBDTના પરિપત્ર મુજબ, જો તમે ગોલ્ડ ખરીદો છો અને તેને 3 વર્ષની અંદર વેચો છો, તો તમારે શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. આ સાથે જો તમે 3 વર્ષથી વધુ સમય પછી ગોલ્ડ વેચો છો, તો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે.

જાણો ગોલ્ડનો ભાવ

14 માર્ચે હોળીના અવસર પર ગોલ્ડના ભાવમાં વધારો નોંધાયો હતો. આજે 24 કેરેટ ગોલ્ડની કિંમતમાં 600 રૂપિયા પ્રતિ ગ્રામનો વધારો થયો છે. 14 માર્ચે 24 કેરેટ ગોલ્ડની કિંમત 8876.3 રૂપિયા પ્રતિ ગ્રામ હતી. જ્યારે 22 કેરેટ ગોલ્ડની કિંમત 8138.3 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ ગોલ્ડના ભાવમાં 550 રૂપિયાનો વધારો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ ગોલ્ડ સૌપ્રથમ વખત ઔંસદીઠ ઐતિહાસિક 3000ની સપાટી વટાવી

Back to top button