ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

રોજ કેટલો ખોરાક જરૂરી અને બેલેન્સ ડાયેટ કોને કહેવાય? શું કહે છે આયુર્વેદ

Text To Speech
  • આપણા શરીર માટે કેટલો ખોરાક જરૂરી છે. શું દરરોજ ખોરાક લેવો જરૂરી છે? વ્યક્તિએ દિવસમાં કેટલું ખાવું જોઈએ? વાંચો આ સવાલોના જવાબ

HD ન્યુઝ ડેસ્કઃ રોજ કેટલું ખાવું જોઈએ? આપણા શરીર માટે કેટલો ખોરાક જરૂરી છે. ક્યારેક આપણે સાંભળીએ છીએ કે ભૂખ્યા ન રહેવું જોઈએ, તો એમ પણ સાંભળવા મળે છે કે ઓવરઈટિંગ પણ ન કરવું જોઈએ. આવા વાદ વિવાદોની વચ્ચે એ જાણવું જરૂરી છે કે રોજની એક વ્યક્તિની ખોરાકની દૈનિક જરૂરિયાત શું છે?

શું દરરોજ ખોરાક લેવો જરૂરી છે?

દરરોજ ખોરાક લેવો મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. ખાવાથી શરીરને ઘણા પ્રકારના પોષક તત્વો મળે છે, જે શરીરને સંતુલિત રીતે કામ કરવામાં મદદ કરે છે. ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, મિનરલ્સ સોલ્ટ અને વિટામિન્સ જેવા પાંચ ઘટકો હોય છે. આ તમામ ઘટકોની યોગ્ય માત્રા ધરાવતા ખોરાકને સંતુલિત ખોરાક કહેવાય છે.

રોજ કેટલો ખોરાક છે જરૂરી? શા માટે વધુ ન ખાવું જોઈએ? શું કહે છે આયુર્વેદ hum dekhenge news

વ્યક્તિએ દિવસમાં કેટલું ખાવું જોઈએ?

મોટાભાગના લોકો દિવસમાં ત્રણ વખત ખાય છે, પરંતુ કેટલાક લોકોને દિવસમાં ચાર-પાંચ થોડા થોડા સમય પર ખાવું ગમે છે. હવે વ્યક્તિને એક દિવસમાં કેટલા ખોરાકની જરૂર છે તે તેની ઊંચાઈ, વજન અને એક્ટિવીટીના લેવલ પર આધારિત છે. અહેવાલો અનુસાર સ્ત્રીઓએ દરરોજ લગભગ 2,000 કેલરી લેવી જોઈએ, જ્યારે પુરુષોએ દરરોજ 2,500 કેલરી લેવી જોઈએ. આ સાથે એવું પણ કહેવાય છે કે એક સાથે ખાવાને બદલે થોડું-થોડું ખાવાથી શરીરમાં ચરબી ઝડપથી બર્ન કરવામાં મદદ મળે છે.

આયુર્વેદ શું કહે છે?

આયુર્વેદમાં એક બેલેન્સ લાઈફસ્ટાઈલનો અર્થ થાય છે, હળવો નાસ્તો, થોડું વધારે લંચ અને ખૂબ જ લાઈટ ડિનર. રાત્રિભોજન પણ સૂર્યાસ્ત પહેલા લેવું જોઈએ. આયુર્વેદમાં દિવસમાં બે વખત ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બે ભોજનની વચ્ચે કમસે કમ 6 કલાકનું અંતર હોવું જોઈએ. આમ કરવાથી આપણા શરીરને ખોરાક પચાવાનો સમય મળી રહે છે.

આ પણ વાંચોઃ ઠંડી પહેલા જ ડાયેટમાં લાવી દો પરિવર્તન, શરદી-ખાંસી, તાવથી બચશો

Back to top button