ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ માંથી કેટલી કરી કમાણી ? તમે પણ જાણો શું છે આંકડો

Text To Speech

રાજ્યમાં સૌથી લાંબુ અને મહત્વનું એવું વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સરકારને વિવિધ સવાલોના જવાબ તેમજ પ્રજાના હિતમાં કરેલા નિર્ણયોની સ્થિતિ અંગે માહિતગાર કરવાના હોય છે. આ વચ્ચે આજે એક સવાલમાં સરકારને પૂછવામાં આવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સરકારને પેટ્રોલ,ડીઝલ અને સીએનજી અને પીએનજીથી કેટલી આવક થઈ છે ?, જેમાં સરકારે 38,730 કરોડની અવાક થઈ છે.

પેટ્રોલ ડીઝલ

ભાજપ સરકારના શાસન દરમિયાન છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાંથી 12048.7 કરોડ તથા ડિઝલમાં 26682 કરોડની આવક થઈ છે. જયારે સીએનજીથી 389 કરોડ અને પીએનજીથી 126 કરોડની થઈ આવક થવા પામી છે. રાજ્ય સરકાર પેટ્રોલ પર 13.7 ટકા જ્યારે ડીઝલ પર 14.9 ટકા તથા સીએનજી અને પીએનજી પર 15 ટકા વેરો વસૂલે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનું જાહેર દેવું 3.51 લાખ કરોડ, માર્ચ 2024 સુધી 3.81 સુધી પહોંચવાની સંભાવના

વિધાનસભા ગૃહમા એક સવાલના જવાબમાં લેખિતમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ 2021 થી 2022 સુધી માં 6040.01 કરોડ ની આવક થઈ, જ્યારે ડીઝલમાં વર્ષ 2021 થી 2023 સુધીમાં. 12731.79 કરોડ રૂપિયાની આવક થઇ છે. CNGમાં વર્ષ 2021 થી 2022 સુધીમાં 191.75 કરોડ રૂપિયા ની આવક થવા પામી છે. જ્યારે PNG વર્ષ 2021 થી 2022 સુધીમાં 68.31 કરોડની આવક થઈ હોવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત: મુખ્યમંત્રીએ આ શહેરોની 11 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી

રાજ્ય સરકારે સવાલના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, પેટ્રોલમાં વર્ષ 2022થી 23 સુધીમાં 6008.69 કરોડ, ડીઝલમાં વર્ષ 2022 થી 2023માં કુલ 13951.27 કરોડની આવક થવા પામી છે. CNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 198.44 કરોડ તથા PNGમાં વર્ષ 2022 થી 2023 માં કુલ 58.09 કરોડની આવક થઈ છે. કુલ રકમની વાત કરીએ તો પેટ્રોલમાંથી 12048.7 કરોડ તથા ડિઝલમાં 26682 કરોડની આવક થઈ છે. જ્યારે CNGમાં 389 કરોડ અને PNGમાં 126 કરોડની આવક થઈ છે.

આ પણ વાંચો : અમદાવાદના લોકોને હોળીના રંગમાં ભંગ પડ્યો, પિચકારી સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થયો

Back to top button