ફૂડ ડિલિવરી કરનારને એક ઓર્ડર પર કેટલી આવક થાય છે? જૂઓ વીડિયો
- zomatoના ડિલિવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી, 24 ઓગસ્ટ: દરેકના મનમાં હંમેશા એક પ્રશ્ન હોય છે કે આ ફૂડ ડિલિવરી બોયને ફૂડ ડિલિવરી કરવાના કેટલા પૈસા મળે છે? દેશમાં આજે ફૂડ ડિલિવરી કંપનીઓ હાજર છે. આ કંપનીઓમાં દરરોજ હજારો લોકો ‘ડિલિવરી બોય’ તરીકે કામ કરે છે. ફૂડ ડિલિવરી એપના કારણે શહેરમાં રહેતા લોકોને ફૂડ ઓર્ડર કર્યાની થોડી જ મિનિટોમાં ફૂડ મળી જાય છે, પરંતુ આ ફૂડ ડિલિવરી કરનારા લોકોને સખત મહેનત કરવી પડે છે. સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં Zomatoનો બોય સંપૂર્ણ સત્ય ઉજાગર કરી રહ્યો છે. તેમણે ફૂડ ઓર્ડર મેળવવાથી લઈને ફૂડ ડિલિવરી સુધીની સંપૂર્ણ પ્રક્રિયા પણ બતાવી છે. Zomato બોયે જણાવ્યું કે, “તેને એક ફૂડની ડિલિવરી માટે 20 રૂપિયા મળે છે.”
જૂઓ આ વાયરલ વીડિયો
View this post on Instagram
ડિલિવરી બોયે ફૂડ ડિલિવરીની સમગ્ર પ્રક્રિયા સમજાવી
ડિલિવરી બોયે જણાવ્યું કે, તેને એક ફૂડની ડિલિવરી માટે 20 રૂપિયા મળે છે. @munna_kumarguddu નામના વ્યક્તિએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તેઓ જણાવે છે કે, તેમને ડિલિવરી ઓર્ડર મળ્યો છે અને હવે તેઓને રેસ્ટોરન્ટમાંથી ફૂડ લેવા માટે 650 મીટર દૂર જવું પડશે.
આ પછી તે રેસ્ટોરન્ટમાં જાય છે અને ગ્રાહકનો ઓર્ડર લે છે. ઓર્ડર તૈયાર થવામાં 10 મિનિટ લાગે છે. આ પછી તે ડિલિવરી સ્થળ પર પહોંચે છે. આ પછી તે ફૂડ પહોંચાડે છે. આ પછી તે કહે છે કે, તેણે આ અડધા કલાકમાં 20 રૂપિયા કમાઈ લીધા. આ વીડિયોને 77 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ રસપ્રદ ટિપ્પણીઓ પણ કરી.
આ પણ જૂઓ: સ્કૂલે મોડા પડવાનું કારણ જણાવવા શિક્ષકે વીડિયો બનાવ્યો અને IAS અધિકારીઓને આપી સલાહ, જૂઓ