ધર્મનેશનલ

PM મોદી દ્વારા ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદ કરાયેલ ગીતા પ્રેસ વિશે તમે કેટલું જાણો છો?

  • ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેરમાં સ્થિત ગીતા પ્રેસને વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે.

નવી દિલ્હી: સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ રવિવારે (18 જૂન) યોગ્ય વિચાર-વિમર્શ બાદ સર્વસંમતિથી ગીતા પ્રેસને એવોર્ડ માટે પસંદ કરી હતી. સમિતિએ કહ્યું કે ગીતા પ્રેસનું નામ તેના ‘અહિંસક અને અન્ય ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તનમાં ઉત્કૃષ્ટ યોગદાન’ માટે પસંદ કરવામાં આવ્યું છે.

  • ગત વર્ષે આ એવોર્ડ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનને આપવામાં આવ્યો હતો.

આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યું, ‘હું ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન આપું છું. તેમણે છેલ્લા 100 વર્ષમાં લોકોમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનને આગળ વધારવા માટે પ્રશંસનીય કાર્ય કર્યું છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર, હિંદુ ધાર્મિક ગ્રંથોના પ્રકાશક ગીતા પ્રેસની સ્થાપના 1923માં થઈ હતી અને હાલમાં તે વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંનું એક છે. તેણે અત્યાર સુધીમાં 15 ભાષાઓમાં 1,850 થી વધુ ધાર્મિક પુસ્તકોની 93 કરોડ નકલો વેચી છે, જેમાં 1926 માં શરૂ થયેલા તેના માસિક સામયિક ‘કલ્યાણ’ની નકલોનો સમાવેશ થાય છે.

ગીતા પ્રેસે ગોસ્વામી તુલસાદાસ દ્વારા લખાયેલ ‘રામચરિતમાનસ’ની 35 મિલિયનથી વધુ નકલો અને ‘શ્રીમદ ભગવદ ગીતા’ની 160 મિલિયનથી વધુ નકલો પણ વેચી છે. ગોરખપુર સદર સીટના ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ એવોર્ડ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.

આદિત્યનાથે ટ્વિટ કર્યું, ‘ગાંધી શાંતિ પુરસ્કાર 2021 પ્રાપ્ત કરવા પર ભારતના સનાતન ધર્મના ધાર્મિક સાહિત્યના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર, ગીતા પ્રેસ, ગોરખપુરને હાર્દિક અભિનંદન. સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા પર મળેલો આ એવોર્ડ ગીતા પ્રેસના ધાર્મિક સાહિત્યને નવી ઉડાન આપશે. આ માટે આદરણીય વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર.

એવોર્ડની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ ‘શાંતિ અને સામાજિક સમરસતાના ગાંધીવાદી આદર્શોને પ્રોત્સાહન આપવા’માં ગીતા પ્રેસના યોગદાનને યાદ કર્યું. તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગીતા પ્રેસ, ગોરખપુરને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાના નિર્ણય માટે કેન્દ્રની ટીકા કરી હતી અને આ પગલાંને ‘વાહિયાત’ ગણાવ્યું હતું.

  • નિર્ણયની ટીકા કરવા માટે જયરામ રમેશે ટ્વિટર પર કહ્યું કે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 આપવો એ ‘સાવરકર અને ગોડસેને પુરસ્કાર આપવા’ જેવું છે.

જયરામ રમેશે પોતાના ટ્વિટમાં કહ્યું છે કે, ‘2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગોરખપુરમાં ગીતા પ્રેસને એનાયત કરવામાં આવ્યો છે, જે આ વર્ષે તેનું શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહી છે. વર્ષ 2015માં અક્ષય મુકુલ દ્વારા લખાયેલ આ સંસ્થાનું એક ઉત્તમ જીવનચરિત્ર બહાર આવ્યું હતું, જેમાં તેમણે તેમના રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર મહાત્મા સાથે સંગઠનના તોફાની સંબંધો અને તેની સાથે ચાલી રહેલી લડાઇઓની વિગતો આપી છે. જોકે, જયરમ રમેશના નિવેદન પર કોંગેસના જ કેટલાક નેતાઓ નારાજ થયા છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં રાજ્ય સરકારની મંજૂરી વગર સીબીઆઈ તપાસ નહિં કરી શકે, કેન્દ્રએ લીધો નિર્ણય

ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ગીતા પ્રેસના મેનેજર લાલમણિ ત્રિપાઠી કહે છે કે, આજકાલ એવી માંગ છે કે અમે ઘણીવાર અમારા વાચકોની માંગ પૂરી કરી શકતા નથી. છેલ્લા નાણાકીય વર્ષમાં અમે અમારા પુસ્તકોની 2.40 કરોડથી વધુ નકલો આશરે રૂ. 111 કરોડમાં વેચી છે.

  • ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ગીતા પ્રેસ દર વર્ષે રામચરિતમાનસની લગભગ 10 લાખ નકલો વેચે છે અને તે કોઈ પણ દાન પર નિર્ભર નથી.
  • મહાત્મા ગાંધીની 125મી જન્મજયંતિ નિમિત્તે 1995માં સરકાર દ્વારા સ્થાપિત વાર્ષિક ગાંધી શાંતિ પુરસ્કારમાં રૂ. 1 કરોડની ઈનામી રકમ, એક પ્રશસ્તિપત્ર, એક તકતી અને પરંપરાગત હસ્તકલા/હેન્ડલૂમ આઈટમ છે.

ગીતા પ્રેસ વેબસાઈટ અનુસાર, ‘તેનો મુખ્ય ઉદ્દેશ ગીતા, રામાયણ, ઉપનિષદ, પુરાણો, પ્રતિષ્ઠિત સંતોના પ્રવચનો અને અન્ય ચરિત્ર-નિર્માણ પુસ્તકો પ્રકાશિત કરીને સામાન્ય લોકોમાં સનાતન ધર્મના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર કરવાનો છે. ઉપરાંત, મેગેઝીન ખૂબ ડિસ્કાઉન્ટ ભાવે વેચવા પડે છે. તે આગળ જણાવે છે કે, ‘1923 થી તે સમગ્ર વિશ્વમાં તેના સાહિત્ય દ્વારા નીતિશાસ્ત્ર અને આધ્યાત્મિકતાનો પ્રચાર અને પ્રસાર કરી રહી છે.’

આ પણ વાંચો: આદિપુરૂષ પર એક્શન મૂડમાં આવી સરકાર; કહ્યું- ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવા દઇશું નહીં

Back to top button