ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેશમાં 2017-21 વચ્ચે કેટલા રેલવે અકસ્માત સર્જાયા? શું છે દૂર્ઘટનાઓ પાછળના મુખ્ય કારણ

  • કેગે રેલવે વિભાગને 2022માં જ ટ્રેન અકસ્માત માટે કારણભૂત મુખ્ય કારકો જણાવ્યા હતા તે છતાં બેદરકારી યથાવત રહી અને 290 લોકોનો ભોગ લેવાઇ ગયો

નવી દિલ્હી: ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલ (CAG, કેગ)ના એક ઓડિટ રિપોર્ટ અનુસાર, 2017-18 વચ્ચે દેશભરમાં ટ્રેનોને 217 ગમખ્વાર અકસ્માત નડ્યા છે, જેમાં ચારમાંથી ત્રણ અકસ્માત લગભગ ટ્રેન પાટા પરથી ખરી પડવાના કારણે થયા છે.

ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેમાં પાટા પરથી ઉતરવાનો ઓડિટ (પર્ફોમન્સ ઓડિટ ઓન ડિરેલમેન્ટ ઈન ઈન્ડિયન રેલવે) રિપોર્ટ ડિસેમ્બર 2022માં સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ દર્શાવે છે કે પાટા પરથી ઉતરવાનું મુખ્ય કારણ પાટાઓની દેખભાળ (મેન્ટેનન્સ) સાથે સંબંધિત છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેક રિન્યુઅલના કામો માટેના ભંડોળની ફાળવણીમાં પાછલા વર્ષો દરમિયાન સતત ઘટાડો થયો છે અને ફાળવવામાં આવેલા ભંડોળનો પણ સંપૂર્ણ ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી.

રિપોર્ટ થકી માહિતી સામે આવી રહી છે કે 217 ટ્રેન અકસ્માતમાંથી 163 પાટા પરથી ઉતરવાના કારણે સર્જાયા છે, જે કુલ અકસ્માતનો લગભગ 75 ટકા છે. તે પછી ટ્રેનોમાં આગ લાગવી (20), માનવ રહિત લેવવ-ક્રોસિંગ પર અકસ્માત (13), ટક્કર (11), માનયુક્ત લેવલ-ક્રોસિંગ પર દૂર્ઘટના (8) અને અન્ય (2) અકસ્માતો સર્જાયા છે.

TRAIN-HAUDEKHENGENEWS

આ પણ વાંચો: ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં પદયાત્રીનાં મોત આ શહેરમાં થયા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રેલવે બોર્ડ ટ્રેન દૂર્ઘટનાઓને બે શ્રેણીઓમાં વર્ગીકૃત કરે છે. પરિણામી ટ્રેન અકસ્માત અને અન્ય ટ્રેન દૂર્ઘટનાઓ. પરિણાણી ટ્રેન દૂર્ઘટનાઓ ગંભીર પરિણામવાળી રેલ અકસ્માતની શ્રેણીમાં આવે છે. આમાં મોટા પ્રમાણમાં જાનહાનિ, મોટી સંખ્યામાં લોકોને ઈજા થવી, રેલવે સંપત્તિનું મોટું નુકશાન અને રેલવે ટ્રાફિકમાં સમસ્યા ગંભીર સમસ્યા ઉદ્દભવવી છે.

પરિણામી ટ્રેન દૂર્ઘટનાઓ હેઠળ નહીં આવનારી અન્ય તમામ અકસ્માત બિન-પરિણામી દૂર્ઘટનાઓ હેઠળ આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અન્ય ટ્રેન દૂર્ઘટનાઓની શ્રેણીમાં 1800 દૂર્ઘટનાઓ ઘટી છે. પાટા પરથી ઉતરવાની ઘટનાઓ 28 ટકા (1,229) રહી છે. સદ્દનશીબે આ દૂર્ઘટનાઓમાં વધારે જાનહાનિ થઈ નહતી એટલે આ તમામ અકસ્માત પરિણામી શ્રેણીમાંથી બહાર રહ્યાં પરંતુ રેલવે વિભાગની ગંભીર બેદરકારી તો છતી કરે છે.

રિપોર્ટ કહે છે કે 2017-18થી 2020-21 દરમિયાન પરિણામી અને બિન પરિણામી કુલ 2017 (1800 બિન પરિણામી અને 217 પરિણામી) અકસ્માત સર્જાયા છે. તે ઉપરાંત આ સમયગાળા દરમિયાન વિવિધ ટ્રેનો 1300 વખત પોતાના પાટા પરથી ખરી પડી છે. એટલે બિન પરિણામી અકસ્માત સર્જાયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ટ્રેનના સૌથી વધારે અકસ્માત પાટા પરથી ઉતરી જવાના કારણે નોંધવામાં આવ્યા છે, જેથી ઓડિટ પાટા પરથી ઉતરવાના કારણે થયેલા અકસ્માતો પર કેન્દ્રિત રહ્યું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 16 ઝોનલ રેલવે અને 32 વિભાગોમાં થયેલા 1392 પાટા પરથી ઉતરવાની દૂર્ઘટનાની 1129 તપાસ રિપોર્ટ (81 ટકા)ના વિશ્લેષણથી ખ્યાલ આવે છે કે પાટા પરથી ઉતરવાના કેટલાક ગંભીર કેસોમાં 33.67 કરોડ રૂપિયાની સંપત્તિની કુલ હાનિ થઈ છે.

ઓડિટમાં 1129 કેસો/અકસ્માતોમાં ટ્રેનના પાટા પરથી ઉતરવાના 23 કારણોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, જેમાં સૌથી મુખ્ય કારણ ટ્રેકના રખરખાવ (મેન્ટેનન્સ) સાથે સંબંધિત છે. 144 કેસ ખરાબ ડ્રાયવિંગ/ઓવર સ્પીડના છે.

રિપોર્ટ અનુસાર ટ્રેક નવીનીકરણ કાર્યો માટે 2018-19માં 9607-65 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જે 2019-20માં ઘટીને 1417 કરોડ રૂપિયા રહી ગઈ અને તે રકમનો પણ સંપૂર્ણ રીતે ઉપયોગ કરવામાં આવ્યો નહીં.

રિપોર્ટ જણાવે છે કે 2017-21 દરમિયાન પાટા પરથી ઉતરવાની કુલ ઘટનાઓમાંથી 26 ટકા ઘટનાઓ (289) ટ્રેક નવીકરણ સાથે જોડાયેલી છે.

TRAIN-HAMDEKHENGENEWS

ઉલ્લેખનિય છે કે ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવાર સાંજે (2 જૂન) ત્રણ ટ્રેનોની ભયાનક ટક્કરમાં લગભગ 290 મુસાફરોના મોત થયાના કેટલાક કલાકો પછી રેલવે વિભાગે પુષ્ટી કરી છે કે તે રેલવે માર્ગ પર કવચ પ્રણાલી નહતી, જે એક્સપ્રેસ ટ્રેનોને સામસામે અથડાવતા રોકી શકે છે.

અકસ્માતમાં વિશ્વેશ્વરૈયા (બેંગ્લોર) હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12864), શાલીમાર-ચેન્નાઈ સેન્ટ્રલ કોરોમંડળ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12841) અને એક માલગાડી સામેલ હતી.

ઓડિશા ટ્રેન અકસ્માત પાછળ જવાબદાર કોણ?

આટલી મોટી દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની જાણકારી મેળવવા માટે અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય તપાસ કમેટી બનાવવામાં આવી છે.

ટીમે શરૂઆતી તપાસમાં સંકેત આપ્યો છે કે અકસ્માતનું કારણ સિગ્નલ ફેલિયર હોઈ શકે છે. આ સમાચારને ધ હિન્દૂ સમાચારે પોતાના પ્રથમ પેજ પર જગ્યા આપી છે.

પ્રારંભિત તપાસ રિપોર્ટની એક કોપી ધ હિન્દૂ સમાચાર પાસે છે, જેના હવાલાથી તેને જણાવ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસને પહેલા અપ મેન લાઈનમાં પ્રવેશ કરવા માટે ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો હતો પરંતુ પાછળથી તે પરત લઈ લેવામાં આવ્યો.

તે પછી ટ્રેન પોતાનો ટ્રેક છોડીને લૂપ લાઈનવાળા ટ્રેક પર શિફ્ટ થઈ ગઈ અને ત્યાં ઉભેલી એક માલગાડી સાથે ટકરાઈ ગઈ.

રેલવે પ્લેટફોર્મ પર મુખ્ય ટ્રેક ઉપરાંત બે અથવા ચાર વધારાના ટ્રેક જોડી દેવામાં આવે છે, જેનો ઉપયોગ ટ્રેનને મુખ્ય ટ્રેકથી પ્લેટફોર્મ ટ્રેક પર લાવવા ઉપરાંત માલગાડીને ઉભી રાખવા માટે કરવામાં આવે છે. આ ટ્રેકને લૂપ લાઈન પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો: ઓડિશામાં વધુ એક રેલ અકસ્માત, બરગઢમાં ગુડ્સ ટ્રેનના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

Back to top button