બિહારના કેટલા લોકો સ્થળાંતરિત છે અને કેટલા લોકો વિદેશમાં છે ?
બિહાર: બિહારમાં જાતિ સર્વેક્ષણનો અહેવાલ મંગળવારે સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ઘણી મહત્વની બાબતો સામે આવી છે. જાતિ સર્વેક્ષણના અહેવાલ મુજબ, બિહારના 45,78,669 લોકો એટલે કે વસ્તીના 3.5 ટકા લોકો અન્ય રાજ્યોમાં કામ અર્થે સ્થળાંતરિત છે, તો રાજ્યના 2.17 લાખ લોકો વિદેશમાં રહે છે.
45.78 લાખ લોકો અન્ય રાજ્યોમાં કામ અર્થે સ્થળાંતરિત
બિહાર જાતિ સર્વેક્ષણનો વિગતવાર અહેવાલ જેમાં રાજ્યમાં થયેલા સ્થળાંતરના આંકડા પણ પ્રકાશિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 45.78 લાખ લોકો અન્ય રાજ્યોમાં કામ કરી રહ્યા છે જ્યારે 2.17 લાખ લોકો વિદેશમાં રહે છે. મંગળવારે બિહાર વિધાનસભાના બંને ગૃહોમાં રજૂ કરાયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યના 13.07 કરોડ લોકોમાંથી 12.48 કરોડ લોકો પાસે કોઈ વાહન નથી.
- બિહારના 45,78,669 લોકો એટલે કે વસ્તીના 3.5 ટકા લોકો અન્ય રાજ્યોમાં કામ કરે છે. બિહાર સરકારે મંગળવારે વિધાનસભામાં 215 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગોની આર્થિક સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો.
બિહારના 13.07 કરોડ લોકોમાંથી 12.48 કરોડ લોકો પાસે કોઈ વાહન નથી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘માત્ર 49.68 લાખ લોકો અથવા લગભગ 3.8 ટકા વસ્તી પાસે ટુ-વ્હીલર છે, જ્યારે માત્ર 5.72 લાખ લોકો અથવા 0.11 ટકા લોકો પાસે ફોર-વ્હીલર છે. માત્ર 1.67 લાખ લોકો એટલે કે 0.13 ટકા લોકો પાસે ટ્રેક્ટર છે. જનરલ કેટેગરીના 2.01 કરોડ લોકોમાંથી કુલ 11.99 લાખ પાસે ટુ-વ્હીલર છે. વિદેશ ગયેલા 2.17 લાખ લોકોમાંથી 23,738 લોકો ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. અન્ય દેશોમાં કામ કરનારાઓમાં, 76,326 લોકો સામાન્ય શ્રેણીના છે.
આ પણ વાંચો: બિહાર વિધાનસભામાં વિપક્ષના વિરોધ વિના 75% અનામત બિલ પસાર