બિઝનેસયુટિલીટી

30 જૂન સુધીમાં કેટલી નોટો જમાં થઈ, કેટલી બાકી? RBIએ આપી માહિતી

Text To Speech

RBI Update: RBIએ માહિતી આપી છે કે 19 મે, 2023ના રોજ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત થઈ હતી ત્યાર બાદ દરેક જગ્યાએ ગુલાબી નોટ એટલે કે 2 હજારની નોટો બદલાવવાની શરુ થઈ ગઈ હતી. અત્યાર સુધી એટલે કે 30 જૂન, 2023 સુધી કુલ રૂપિયા 2.72 લાખ કરોડના મૂલ્યની 2 હજારની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી જમા થઈ ગઈ છે. ત્યારે હજી બાકી રહેલ નોટોની માહિતી આપતાં RBIએ કહ્યું કે હવે 84,000 કરોડની નોટો જમા કરાવવાની બાકી છે.

આ પણ  વાંચો: ‘અજિત પવાર દેશદ્રોહી છે…’, TMC નેતાએ કહ્યું- BJP પૈસા આપીને નેતાઓને ખરીદી રહી છે

ક્યાં સુધી રુપિયા બે હજારની નોટ બેંકમાં બદલી શકાશે?

RBIએ જણાવ્યું કે બેંકો પાસેથી મળેલા ડેટા અનુસાર, 19 મે, 2023થી 30 જૂન, 2023 સુધીમાં, કુલ 2.72 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. અને હવે માત્ર રૂ. 0.84 લાખ કરોડ એટલે કે રૂ. 84,000 કરોડની નોટો જ ચલણમાં રહી ગઈ છે, જેને બદલવાનો સમય 30 સપ્ટેમ્બર, 2023 સુધી આપવામાં આવ્ચો છે. આ નોટો બદલવા અથવા જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે. ત્યાં સુધી તમામે રુપિયા બે હજારની નોટ બેંકમાં જઈને બદલવી કે જમાં કરાવવી પડશે.

આ પણ વાંચો: કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની ભારતીય રાજદ્વારીઓને ધમકી, જયશંકરે આપી ચેતવણી

Back to top button