ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકમાં આજે ભારતના ખાતામાં કેટલા મેડલ આવશે? જૂઓ ભારતીય મેચોનું શેડ્યૂલ

  • રમિતા જિંદાલ 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલમાં અને અર્જુન બબુતા 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલમાં પોતાની તાકાત બતાવશે 

પેરિસ, 29 જુલાઈ: રમતગમતની સૌથી મોટી મેગા ઈવેન્ટ એવી પેરિસ ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે એટલે કે આજે સોમવારે શૂટિંગમાં ભારતને વધુ મેડલ મળવાની અપેક્ષા છે. આજે, રમિતા જિંદાલ 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલમાં અને અર્જુન બબુતા 10 મીટર એર રાઇફલ મેન્સ ફાઇનલમાં પોતાની તાકાત બતાવતી જોવા મળશે. ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે રવિવારે ભારતનું ખાતું ખુલ્યું હતું. શૂટિંગમાં સ્ટાર શૂટર મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. જોકે, તીરંદાજીની મહિલા ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડ સામે ભારત 0-6થી હારી ગયું છે.

 

તીરંદાજી

– મેન્સ ટીમ ક્વાર્ટર-ફાઇનલ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ – સાંજે 6:30

બેડમિન્ટન

– મેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિ માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલ (જર્મની) – બપોરે 12 વાગ્યે

– મહિલા ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિ. નામી માત્સુયામા અને ચિહારુ શિડા (જાપાન) – બપોરે 12:50

– મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): લક્ષ્ય સેન વિ જુલિયન કેરેજી (બેલ્જિયમ) – સાંજે 5:30 કલાકે

શૂટિંગ

– 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ લાયકાત: મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને અર્જુન સિંહ ચીમા – બપોરે 12:45 કલાકે

– મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન: પૃથ્વીરાજ ટોન્ડાઈમન – બપોરે 1:00 કલાકે

– 10 મીટર એર રાઈફલ મહિલા ફાઈનલ: રમિતા જિંદાલ – બપોરે 1:00 કલાકે

– 10 મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ: અર્જુન બબુતા – બપોરે 3:30 કલાકે

હોકી

– મેન્સ પૂલ બી મેચ: ભારત વિ અર્જેન્ટીના – સાંજે 4:15

ટેબલ ટેનિસ – મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 32): શ્રીજા અકુલા વિ જીયાન ઝેંગ (સિંગાપોર) – રાત્રે 11:30

સમય મુજબનું સમયપત્રક નીચે મુજબ છે…

બપોરે 12 – મેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી વિ માર્ક લેમ્સફસ અને માર્વિન સીડેલ (જર્મની)

બપોરે 12:45 – 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ લાયકાત: મનુ ભાકર અને સરબજોત સિંહ, રિધમ સાંગવાન અને અર્જુન સિંહ ચીમા

બપોરે 12:50 – વિમેન્સ ડબલ્સ (ગ્રુપ સ્ટેજ): અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો વિ. નામી માત્સુયામા અને ચિહારુ શિડા (જાપાન)

બપોરે 1:00 – મેન્સ ટ્રેપ ક્વોલિફિકેશન: પૃથ્વીરાજ ટોન્ડાઈમન

બપોરે 1:00 – 10 મીટર એર રાઇફલ મહિલા ફાઇનલ: રમિતા જિંદાલ

બપોરે 3:30 – 10 મીટર એર રાઈફલ મેન્સ ફાઈનલ: અર્જુન બબુતા

બપોરે 4:15 – પુરુષોની પૂલ B મેચ: ભારત વિ આર્જેન્ટિના

સાંજે 5:30 – મેન્સ સિંગલ્સ (ગ્રુપ સ્ટેજ): લક્ષ્ય સેન વિ જુલિયન કેરેગી (બેલ્જિયમ)

સાંજે 6:30 – મેન્સ ટીમ ક્વાર્ટર-ફાઇનલ: તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવ

રાત્રે 11:30 – મહિલા સિંગલ્સ (રાઉન્ડ ઓફ 32): શ્રીજા અકુલા વિ જીયાન ઝેંગ (સિંગાપોર)

આ પણ જૂઓ: શૂટિંગમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાકર સાથે PM મોદીએ વાત કરી, જુઓ Video

Back to top button