ઉનાળામાં રોજ કેટલા લીટર પાણી પીવું જોઈએ ?
ઉનાળાની શરુઆત થતા જ દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. ઉનાળામાં ભારે ગરમીને કારણે ડિહાઇડ્રેશનનો ભય વધી જતો હોય છે. તો અહીં જાણો કે ઉનાળામાં રોજ કેટલાક લીટર પાણી પીવું જોઈએ.
આ પણ વાંચો : ક્યાંય પાછા નહીં પડોઃ બસ અનુસરો આ મેન્ટલ હેલ્થ ટિપ્સ
પાણી આપણા શરીર માટે સૌથી આવશ્યક છે. એકવાર પાણી વગરના જીવનની કલ્પના કરવી પણ શક્ય નથી. દરરોજ આપણા શરીરને પૂરતા પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. ઋતુ પ્રમાણે આપણા શરીરમાં પાણીની માત્રાની વધ-ધટ થતી રહે છે. શિયાળામાં ઓછું પાણી પીવાથી પણ તમે હાઇડ્રેટ રહી શકો છો, જ્યારે ઉનાળામાં હાઇડ્રેટ રહેવા માટે વધુ પાણીની જરૂર પડે છે. ધીમે ધીમે ઉનાળો આવી રહ્યો છે અને ફિટ રહેવા માટે લોકોએ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ.
ઉનાળાની ઋતુમાં 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમે હાઈડ્રેટ રહેશો અને કિડની સંબધિત બીમારીઓ તેમજ પથરી જેવી સમસ્યાઓથી બચી શકાય છે. જો તમે લાંબા સમય સુધી ઓછું પાણી પીવો છો, તો તે કિડનીમાં પથરી સહિત અનેક રોગોનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી પેશાબના રૂપમાં કચરો દૂર કરવામાં મદદ કરે છે.