ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મ

એપ્રિલના મહિનામાં આટલા વ્રત અને તહેવાર આવશે, નોટ કરી લેજો આ તારીખ

Text To Speech

અમદાવાદ, 1 એપ્રિલ 2025: સનાતન ધર્મમાં વર્ષના 12 મહિનાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. દરેક મહિનામાં કોઈને કોઈ વ્રત અથવા તહેવાર આવે છે. માર્ચનો મહિનો સમાપ્ત થઈ ગયો છે અને એપ્રિલ મહિનો શરુ થઈ ચુક્યો છે. એપ્રિલ મહિનામાં ચૈત્ર અને વૈશાખ મહિનાનો પણ સંયોગ છે. જ્યાં ચૈત્રના મહિનામાં મા જગત જનની જગદંબાની આરાધના થાય છે, તો વળી વૈશાખ મહિનામાં દાન પુણ્ય અને પવન પુત્ર હનુમાનજીની પૂજા કરવાથા કેટલાય ગણા ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ એપ્રિલ મહિનામાં કેટલા વ્રત અને તહેવાર આવી રહ્યા છે.

એપ્રિલ મહિનામાં કેટલાય વ્રત અને તહેવાર આવી રહ્યા છે. જેમ કે હનુમાન જયંતી, અખાત્રીજ, રામનવમી, પરશુરામ જયંતી સહિત કેટલાય મોટા વ્રત અને તહેવાર આવી રહ્યા છે.

1 એપ્રિલના રોજ વિનાયક ચતુર્થી છે, 6 એપ્રિલના રોજ રામનવમી, રવિ પુષ્પ યોગ 8 એપ્રિલે, કામદા એકાદશી 10 એપ્રિલના રોજ, પ્રદોષ વ્રત 12 એપ્રિલે, હનુમાન જયંતી 13 એપ્રિલ, વૈશાખનો મહિનો શરુ થાય છે 14 એપ્રિલે, મેષ સંક્રાંતિ 16 એપ્રિલ, વિકટ સંકષ્ટિ ચતુર્થી 24 એપ્રિલ, વરુથિની એકાદશી 24 એપ્રિલ, પ્રદોષવ્ર્ત 26 એપ્રિલ, માસિક શિવરાત્રિ 27 એપ્રિલ, વૈશાખ અમાસ 29 એપ્રિલ, પરશુરામ જયંતી અને 30 એપ્રિલ અખાત્રીજ છે.

આ પણ વાંચો: અંતરિક્ષમાંથી કેવો દેખાય છે ભારત દેશ? ટૂંક સમયમાં હિન્દુસ્તાનમાં આવશે સુનિતા વિલિયમ્સ

Back to top button