બિઝનેસ

પહેલા દિવસે Digital Rupeeમાં કેટલા કરોડની લેવડદેવડ થઈ, હજુ માત્ર આ 4 બેંકમાં છે કરન્સી

નવી દિલ્હીઃ દેશમાં 1લી ડિસેમ્બરથી Digital Rupeeને સફળતાપૂર્વક લોન્ચ કરાયો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પહેલા જ દિવસે 1.71 કરોડ રૂપિયા જાહેર કર્યા. આ Digital Rupeeની માગ પાયલટ પ્રોજેક્ટમાં સામેલ ચાર બેંકના પસંદગીના શહેરો માટે જ છે. જે અંગે એક અધિકારીએ કહ્યું કે આવનારા દિવસોમાં બેંક તરફથી વધતી જરૂરિયાત મુજબ RBI અને Digital Rupee જાહેર કરાશે. પહેલા તબક્કામાં Digital Rupeeને દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ભુવનેશ્વરમાં લોન્ચ કરાયો. આ શહેરોમાં ચાર બેંકમાંથી જ Digital Rupee ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

આ બેંકને સામેલ કરાઈ
પહેલા તબક્કાની શરૂઆત દેશભરના ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ICICI બેંક, યસ બેંક અને IDFC ફર્સ્ટ બેંકના માધ્યમથી થઈ છે. જે બાદ બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંકને આ પાયલટ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવશે. પાયલટના બીજા તબક્કામાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચ્ચિ, લખનઉ, પટના અને શિમલા સુધી Digital Rupeeનો વ્યાપ વધારવાની યોજના છે.

Digital Rupeeની લેવડદેવડ કઈ રીતે કરી શકશો
RBI દ્વારા જાહેર કરવામાં આવનાર E-Rupee એક ડિજિટલ ટોકનની જેમ કામ કરશે. બીજા શબ્દોમાં કહીએ તો CBDC RBI દ્વારા જાહેર કરનારી કરન્સી નોટનું Digital Rupee સ્વરૂપ જ છે. ડિજિટલ રૂપિયાની લેવડદેવડ પર્સન ટૂ પર્સન અને પર્સન ટૂ મર્ચન્ટ બંને રીતે થઈ શકે છે. આ ઉપરાંત જો તમારે મર્ચન્ટને પેમેન્ટ કરવાનું હોય તો તમે તેના QR કોડને સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો. ડિજિટલ રૂપિયાની લેવડદેવડ બેંકના ઈ-વોલેટના માધ્યમથી કરી શકાશે. ભારતની ઈકોનોમીને ડિજિટલ સ્વરૂપ તરીકે વિકસિત કરવાની દિશામાં RBI દ્વારા લેવામાં આવેલા આ પગલાંને મહત્વનું માનવામાં આવે છે.

કરન્સી નોટ જેટલી જ વેલ્યૂ
Digital Rupeeની વેલ્યૂ કાગળની નોટ છે તેટલી જ રહેશે. જો તમે ઈચ્છો તો Digital Rupee આપીને કાગળવાળી નોટ પણ મેળવી શકો છે. RBIએ ડિજિટલ કરન્સીને બે કેટેગરી CBDC-W અને CBDC-R એમ બે ભાગમાં વ્હેંચી છે. CBDC-Wનો અર્થ હોલસેલ કરન્સી અને CBDC-Rનો અર્થ રિટેલ કરન્સી છે. આ પહેલા કેન્દ્રીય બેંકે 1લી નવેમ્બરે હોલસેલ ટ્રાંજેક્શન માટે ડિજિટલ રૂપિયો લોન્ચ કર્યો હતો.

હોલસેલ ડિજિટલ રૂપિયાથી લેવડદેવડ
ડિજિટલ રુપિયો જ્યારે હોલસેલ ટ્રાંઝેક્શન માટે લોન્ચ કરાયો હતો ત્યારે પહેલા દિવસે 275 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી. અનેક બેંકે પહેલાં દિવસે ડિજિટલ વર્ચ્યુઅલ કરન્સીનો ઉપયોગ કરતા સરકારી બોન્ડથી જોડાયેલા 48 ટ્રાંઝેક્શન કર્યા હતા, જેની કુલ વેલ્યૂ 275 કરોડ રૂપિયા હતી.

Back to top button