ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા? જાણો

  • ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો તેમની જીતની તકો વધારવા માટે મતદારો સુધી પહોંચવામાં કોઈ કસર છોડતા નથી

નવી દિલ્હી, 13 એપ્રિલ: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આગામી તારીખ 19 એપ્રિલના રોજ થવા જઈ રહ્યા છે અને હવે આપણે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાથી માત્ર એક સપ્તાહ દૂર છીએ. ત્યારે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો તેમની જીતની તકો વધારવા માટે ભારતીય મતદારો સુધી પહોંચવામાં કોઈ કસર છોડતા નથી. લોકસભા ચૂંટણીની ચૂંટણીની સાત તબક્કામાં મતદાન થશે અને સાત તબક્કાના મતદાનનું પરિણામ 4 જૂને જાહેર થશે.

પહેલો તબક્કો 

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થવાનું છે. આ પ્રથમ તબક્કામાં, 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર , મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં મતદાન થશે.

  • પ્રથમ તબક્કોમાં નોમિનેશનની સંખ્યા

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર 1,625 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે. જેમાંથી 134 મહિલા ઉમેદવારો છે, જે કુલ ઉમેદવારોના માત્ર 8% જ છે. પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઓછામાં ઓછા 252 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) ના અહેવાલ મુજબ, તેમાંથી ઓછામાં ઓછા 161 ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરે છે.

બીજો તબક્કો

પ્રથમ તબક્કાની સમાપ્તિના એક અઠવાડિયા પછી, લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. આ તબક્કામાં નામાંકન ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હતી. આ બીજા તબક્કામાં ઓછામાં ઓછા 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીરમાં મતદાન થશે.

  • બીજા તબક્કોમાં નોમિનેશનની સંખ્યા

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,206 ઉમેદવારો સાથે આઉટર મણિપુર મતવિસ્તારના ચાર ઉમેદવારો ચૂંટણી લડવાના છે. શરૂઆતમાં, આ તબક્કામાં 88 મતવિસ્તારો માટે 2,633 નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ચકાસણી બાદ, તેમાંથી માત્ર 1,428 જ માન્ય રહ્યા હતા. કેટલાક ઉમેદવારો દ્વારા ઉમેદવારી પાછી ખેંચવામાં આવ્યા બાદ તેણી સંખ્યા ઘટીને 1,210 થઈ ગઈ છે.

કેરળ સૌથી વધુ નામાંકન સાથે આગળ રહેલું છે જ્યાં 500 ઉમેદવારો 20 મતવિસ્તારોમાંથી ચૂંટણી લડી રહ્યા છે. આ યાદીમાં બીજા ક્રમે કર્ણાટક છે જ્યાં 14 સંસદીય મતવિસ્તારોમાં 491 ઉમેદવારો છે. આ દરમિયાન, ત્રિપુરામાં એક લોકસભા સીટ માટે ઓછામાં ઓછા 14 નોમિનેશન દાખલ થયા છે.

આ પણ જુઓ: સ્ટાર પ્રચારક કોણ હોય છે? ચૂંટણીમાં તેમનું શું મહત્ત્વ છે? જાણો વિગતે

Back to top button