ગુજરાતટોપ ન્યૂઝ

E-FIR એપમાં રાજ્યભરમાંથી કેટલી અરજીઓ આવી અને શું છે સ્થિતિ ? ગૃહરાજ્યમંત્રીએ આપી માહિતી

Text To Speech

ગુજરાત પોલીસ દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી E-FIR નો નાગરિકો દ્વારા ઝડપથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં જાહેર જનતાએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. જેના માટે ગુજરાત પોલીસ દ્વારા એક એપ તૈયાર કરવામાં આવી અને તેના 48 કલાક જેટલાં સમયમાં જ રાજ્યભરમાંથી 156 અરજી આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ અંગેની જાણકારી આપી હતી.

ગુજરાત પોલીસે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવાની દિશામાં 23 જુલાઈએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ના હસ્તે આ એપનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 156 અરજી આવી છે. જેના અંગેની માહિતીમાં જાણવા મળ્યું કે, E-FIRના લોન્ચિંગના 48 કલાક બાદ મળતી માહિતી અનુસાર 156 જેટલી અરજીઓ આવી છે. તેમાંથી મોટાભાગની અરજીઓ રજીસ્ટર પણ થઇ ચુકી છે. આખા રાજ્યની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે ગાંધીનગર શહેરમાંથી 56 અરજી આવી છે. મહેસાણામાંથી 27, તો અમદાવાદમાંથી 24 અરજી આવી છે. વડોદરામાંથી 4, ડાંગથી 2, દાહોદથી 2 અરજી આવી છે.

Gujarat E-Fir

મહત્વનું છે કે રાજ્યના કોઈ પણ નાગરિકે એપ પર કરેલી ફરિયાદની વિગતો ચેક કરીને PSO 48 કલાકમાં જાણ કરશે. આ ઉપરાંત 21 દિવસે ચાર્જશીટની નકલ પણ ઑનલાઈન જ ફરિયાદીને મળી રહેશે. આ E-FIR એપથી પોલીસ કર્મચારીઓનો 15 ટકા જેટલો સમય બચશે અને પોલીસ જવાનો અન્ય ગુના ઉકેલવામાં ધ્યાન આપી શકશે. ગુજરાતના લોકો એપ ડાઉનલોડ કરે તે માટે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી કોલેજમાં ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં ગૃહ પ્રધાન, ડીજીપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ભાગ લેશે.

આ પણ વાંચો : રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આપી મોટી ભેટ, લોકોને મળશે લાભ

Back to top button