ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટસ

જન્મદિવસની કેક કાપ્યા પછી માહીએ આ કેવો પ્રશ્ન કર્યો? Happy Birthday Dhoni

  • મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પરિવાર સાથે ઉજવ્યો 43મો જન્મદિવસ
  • કેક ખાતાની સાથે જ ધોનીએ કર્યો સવાલ

રાંચી, 7 જુલાઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેમના જન્મદિવસ પર આજે તેમના ચાહકો અભિનંદન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાનો આ મહાન કેપ્ટન 7 જુલાઈએ પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેમની પત્ની સાક્ષી સાથે કેક કાપતાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઘણી એવી વસ્તુઓ છે જે એકવાર જોયા પછી પણ તમને બીજીવાર જોવા માટે મજબૂર કરી દેશે. કેક કાપ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક એક સવાલ પૂછ્યો હતો અને તેના જવાબ મળ્યા બાદ તે ચિંતામુક્ત દેખાઈ રહ્યો હતો.

7 જુલાઈ 1981ના રોજ રાંચીમાં જન્મેલા મહેન્દ્ર સિંહ ધોનીએ નાના શહેરથી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સુધીની સફર કરી છે. આજે ક્રિકેટની દુનિયામાં ધોનીના નામથી બધા વાકેફ છે. 15 ઓગસ્ટ 2020 ના રોજ આ મહાન ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. લગભગ ચાર વર્ષ વીતી ગયા પરંતુ આજે પણ તેમની ફેન ફોલોઈંગ પહેલા કરતા પણ વધારે જોવા મળી રહી છે, દિવસેને દિવસે તેમના ચાહકો વધતા જ જોવા મળી રહ્યા છે. ધોનીએ પોતાના 43માં જન્મદિવસ પર કેક કાપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહીં જૂઓ વાયરલ થઈ રહેલો વીડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

ધોનીએ કેક કાપતાની સાથે જ કર્યો સવાલ

મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ તેના ચાહકો માટે હંમેશા ખાસ હોય છે. પત્ની સાક્ષીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેક કાપવાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની કેક કાપ્યા બાદ તેમને ખવડાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોના અંતમાં તે એક સવાલ પૂછતો જોવા મળ્યો હતો. ધોનીએ કેક કાપીને સાક્ષીને ખવડાવી અને પછી પોતે ખાધી પણ તરત જ સવાલ પૂછ્યો કે, ‘શું આ કેક એગલેસ (ઈંડા વગરની) છે?’ જ્યારે જવાબ હકારમાં આવ્યો ત્યારે તેના ચહેરા પર એક અલગ જ રાહત હતી. કદાચ ધોની પોતાના માટે અથવા ત્યાં હાજર કોઈપણ મહેમાન માટે એ સુનિશ્ચિત કરવા માંગતો હતો કે કેકમાં ઈંડું ના હોવું જોઈએ.

ઝારખંડના રાંચીમાં માહીના ચાહકો તેમના ઘરની નજીક માહીના 43માં જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી રહ્યા છે, જૂઓ વીડિયો

 

આ પણ વાંચો: કેપ્ટન વિક્રમ બત્રાના એ શબ્દો આજે 25 વર્ષે પણ લોકો યાદ કરે છેઃ જાણો ભારતના આ વીર વિશે

Back to top button