ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

ફ્રિજમાં રાખેલું કયુ ભોજન કેટલા સમય સુધી સુરક્ષિત રહી શકે છે?

Text To Speech

આજની ફાસ્ટ લાઇફમાં લોકો માટે તાજુ જમવાનું મુશ્કેલ થઇ ગયુ છે. આ કારણે હંમેશા લોકો એક વખતમાં સારી એવી માત્રામાં ભોજન કરે છે બાદમાં તેને ફ્રિજમાં રાખી દે છે પછી સાંજે કે સવારે ખાય છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આ રીતે ફ્રીઝમાં લાંબા સમય સુધી સાચવેલુ ભોજન ઝેર બની જાય છે. તેઓ ફ્રિજમાં મુકેલુ ભોજન લાંબા સમય બાદ ન ખાવાની સલાહ આપે છે. જાણો કેટલા સમય સુધી સ્ટોર કરેલુ ભોજન ખાઇ શકાય અને ભોજનને કેટલા સમય સુધી સ્ટોર કરવુ યોગ્ય છે.

ફ્રિજમાં રાખેલું કયુ ભોજન કેટલા સમય સુધી સુરક્ષિત રહી શકે છે? hum dekhenge news

ફ્રિજમાં જમવાનું સ્ટોર કરવુ જોઇએ કે નહીં?

પાણીમાં સોલ્યુબલ વિટામીન સૌથી અસ્થિર અને સરળતાથી ખોવાઇ જનારા પોષક તત્વો છે, પરંતુ તેનું સૌથી વધુ નુકશાન જમવાનુ બનાવવા દરમિયાન થાય છે, રેફ્રિજરેશન દરમિયાન નહી. હીટ વિટામીનોને નષ્ટ કરી દે છે, ઠંડક નહીં એક એરટાઇટ કન્ટેનરમાં વધુ પડતુ પકવેલુ ભોજન કમ સે કમ બે દિવસ સુધી ચાલી શકે છે. ફ્રીઝરમાં સ્ટોર કરેલી કેટલીક વસ્તુઓ તો છ મહિના સુધી સારી રહે છે. કેમકે તમામ જૈવિક ક્રિયાઓ તાપમાનની સાથે ધીમી પડી જાય છે. તેથી ભોજન નષ્ટ થવાની શક્યતાઓ ઘટી જાય છે.

કેટલાક ફુડ્સ જલ્દી બગડે છે.

જોકે કેટલાક ફુડ અપવાદ પણ છે. પકવેલા ભાતની અંદર ક્યારેક ક્યારેક એવા બેક્ટેરિયા પેદા થઇ જાય છે, જે ઓછા તાપમાનમાં પણ સારી રીતે સરવાઇવ કરી લે છે. તેથી એકાદ-બે દિવસની અંદર જ તેનું સેવન કરી લેવુ જોઇએ. ભારતીય ભોજનમાં મસાલા, નમકીન અને ખટાશ હોય છે તેથી તે ફ્રીજ માટે અનુકુળ છે.

ફ્રિજમાં રાખેલું કયુ ભોજન કેટલા સમય સુધી સુરક્ષિત રહી શકે છે? hum dekhenge news

આ ફુડ્સને જલ્દી ખતમ કરો

કોઇ વસ્તુ ફ્રીજમાં સ્ટોર કરવાથી સમયની બચત થાય છે, પરંતુ તે આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં. આ સવાલનો જવાબ આપતા આરોગ્ય નિષ્ણાતો કહે છે કે માંસ, પોલ્ટ્રી, માછલી, ડેરી ઉત્પાદનો અને ઇંડા જેવા ખાદ્યપદાર્થો રેફ્રિજરેટરમાં રાખવા જોઇએ અને એક અઠવાડિયાની અંદર તેનો ઉપયોગ કરી લેવો જોઇે. ફ્રિજમાં રાખેલા આ ખાવામાં ત્રણથી ચાર દિવસની અંદર બેક્ટેરિયા થવા લાગે છે. તે ખાવાથી ફુડ પોઇઝનિંગનું જોખમ વધે છે.

આ પણ વાંચોઃ શિક્ષકોને પણ આવશે ડ્રેસ કોડ, સંસ્કૃતિને શોભે તેવા કપડાં પહેરવા પડશે

Back to top button