કરંજ બેઠક પર આપનાં ઉમેદવાર મનોજ સોરઠિયાની કેવી છે તેૈયારી ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જોવા મળતા ત્રિપાંખીયા જંગમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ આખા રાજ્યમાં સુરત શહેરમાં વધુ જોવા મળી રહ્યું છે. તેમાં પણ સુરતની 16 વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો વરાછા અને કતારકામ બાદ કરંજ બેઠક ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે સુરતની કરંજ બેઠક પરથી ફાર્માસિસ્ટ મનોજ સોરઠિયા આ વર્ષે ચૂંટણી લડી રહ્યાં છે. આમ આદમી પાર્ટી સુરતમાં જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ડોર ટુ ડોર પ્રચારથી માંડીને જાહેર સભા અને સંમેલનો યોજી લોકો સાથે વાત કરે છે, ત્યારે મનોજ સોરઠિયાએ હમ દેખેંગેની ટીમ સાથે વાત કરી હતી.
આ પણ વાંચો : સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શોમાં પથ્થરમારો થતા ભાગદોડ મચી
ગુજરાતમાં પરિવર્તન જરુરી
મનોજ સોરઠિયાએ કહ્યું કે,”ગુજરાતની જનતા ઈચ્છે છે કે સત્તામાં નવો એક વિકલ્પ લાવવો જોઈએ, પરિવર્તન કરવું જોઈએ, અને આમ આદમી પાર્ટી એ પરિવર્તન લાવી રહી છે. દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે, લોકો આવીને અમારા જેવા ઉમેદવારોને મળી રહ્યા છે, લોકો અમારી સભામાં ભાગ લઈ કહ્યા છે અને લોકો નિડર થઈને કહી રહ્યા છે કે ‘અમે આમ આદમી પાર્ટીની સાથે છીએ’,અને આ જ દર્શાવે છે કે અમે સુરત તો જીતી જ રહ્યા છીએ, સાથે સાથે ગુજરાતમાં પણ આ વર્ષે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.”
ભાજપ અમારાથી ડરે છે, જ્યારે કોંગ્રેસ હરિફાઈમાં પણ નથી : મનોજ સોરઠિયા
આ મનોજ સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે,”એવુ બિલકુલ નથી આમ આદમી પાર્ટી માત્ર સુરતમાં જ છે, છેવાડાના આદિવાસી વિસ્તારથી સૌરાષ્ટ્ર સુધીને મધ્ય ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધી આમ આદમી પાર્ટીની બોલ બોલા છે, ભાજપ સરકાર આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને લોકોમાં અમારી પાર્ટી પ્રત્યે ખોટો પ્રચાર કરી રહી છે, બીજી બીજુ કોંગ્રેસ તો હરિફાઈમાં પણ નથી.”
View this post on Instagram
અમારી રાજનીતિ દેશનાં સર્વાંગી વિકાસની છે : મનોજ સોરઠિયા
મનોજ સોરઠિયાએ જણાવ્યું કે,”અમારી તમામ યોજનાઓ જેવી કે વિજળી યોજના, રોજગાર યોજના, મહિલા સમ્માન યોજના અને તીર્થયાત્રા યોજના તમામ વર્ગના લોકોને આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા ધાર્મિક મુદ્દાને લઈને રાજ કરતી હતી, અમારી રાજનીતિ દેશનાં સર્વાંગી વિકાસની રાજનીતિ છે, અમારી યોજનાઓ તમામ ધર્મના અને તમામ વર્ગનાં લોકો માટે છે, સામે ભાજપ પાસે તેના 27 વર્ષમાં કરેલા કાર્યોને ગણાવી શકતી નથી. તેથી અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.”