વડાપ્રધાન મોદી ધ્યાન કરવાના છે ત્યાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?
- પીએમ મોદીની સુરક્ષા માટે 3 હજાર જવાનોને કરવામાં આવ્યા તૈનાત
- પીએમ મોદીના ધ્યાન દરમિયાન માછીમારોને દરિયામાં જવા અને પ્રવાસીઓની અવરજવર પર મુકવામાં આવ્યો પ્રતિબંધ
તમિલનાડુ, 30 મે: પીએમ મોદીના આગમનને લઈને કન્યાકુમારીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિવેકાનંદ ખડકની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. પીએમ મોદી આજે (30 મે) સાંજે અહીં પહોંચશે અને કેટલાક કલાકો સુધી ધ્યાન કરશે. તે શનિવારે અહીંથી રવાના થશે. પીએમ મોદીની સુરક્ષા માટે 3 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વિવેકાનંદ શિલા પર પાંચ ચરણની સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો દરિયાઈ વિસ્તારની સુરક્ષા કરી રહ્યા છે. તમિલનાડુ મેરીટાઇમ સિક્યુરિટી ગ્રુપના જહાજો પણ દરિયાઈ સરહદની સુરક્ષા માટે તૈનાત છે. ગુરુવારે સવારથી જ માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આગામી ત્રણ દિવસ માછીમારોના દરિયામાં જવા પર પ્રતિબંધ રહેશે.
કન્યાકુમારીમાં વાહનોનું સઘન ચેકિંગ
પ્રવાસીઓ અને કન્યાકુમારી પહોંચતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાકર્મીઓ સમયાંતરે હોટલ અને રિસોર્ટનું પણ ચેકિંગ કરતા રહ્યા છે. વિવેકાનંદ રોક પર પ્રવાસીઓને લઈ જતી ફેરી પણ ગુરુવારે સવારે 10 વાગ્યે બંધ કરી દેવામાં આવી હતી. પીએમ મોદી શનિવારે કન્યાકુમારીથી રવાના થશે. આ પછી જ આ સેવા ફરી શરૂ થશે.
આ પણ વાંચો: પીએમ મોદીની કન્યાકુમારીમાં ધ્યાન કરવાની યોજનાથી કોંગ્રેસ નારાજ, જાણો શું કહ્યું?
પીએમ મોદી 2 દિવસ કરશે ધ્યાન
લોકસભા ચૂંટણી 2024માં છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. તેનો ચૂંટણી પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થયા છે. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા બાદ પીએમ મોદી કન્યાકુમારી પહોંચશે. કાર્યક્રમ અનુસાર પીએમ મોદી વિવેકાનંદ રોક મેમોરિયલ જશે. તેઓ 30 મેની સાંજથી 1 જૂન સુધી અહીં ધ્યાન કરશે. આ દરમિયાન તેમની 33 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. 1991માં ભાજપે કન્યાકુમારીથી જ એકતા યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સાથે પીએમ મોદી પણ ત્યાં હાજર હતા.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી ધ્યાન ધરવાના છે એ વિવેકાનંદ ખડક શું છે? વડાપ્રધાને કેમ આ સ્થળ પસંદ કર્યું?