ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

બર્ફીલા કમળ કઈ રીતે બને છે, જાણો શું છે તેની પાછળનું રહસ્ય…

આર્કટિક સમુદ્ર, 27 જાન્યુઆરી : આ કુદરતની બનાવેલી દુનિયામાં ઘણી એવી બાબતો છે જે આપણે જોઈ કે અનુભવી નથી પરંતુ તેનો મતલબએતો નથી ને કે એવું બનતું જ નથી આ દુનિયામાં, આપણી સામે અનેક એવી ઘટનાઓ આવતી હોય છે, જેમકે તમે કમળના ફૂલો તો ઘણા જોયા હશે પણ ક્યારેય બરફના કમળ જોયા છે?. હા, આ કમળ આર્કટિક સમુદ્રમાં ઉગે છે. જ્યારે તે ખાસ દિવસો દરમિયાન તાપમાન ખૂબ જ યોગ્ય હોય છે. ચાલો જાણીએ આ ફૂલો કેવી રીતે બને છે. આ પાછળનું વિજ્ઞાન શું છે?

ફૂલો-humdekhengenews

જો ફૂલ કમળ જેવું દેખાય અને બરફનું બનેલું હોય તો તેને શું કહેવાય? બરફનું કમળ જ. આવા ફૂલોને ફ્રોસ્ટ ફ્લાવર, આઈસ ફ્લાવર અથવા સી આઈસ કહેવામાં આવે છે. આ ફૂલો દરેક જગ્યાએ નથી ઉગતા. તે દુર્લભ છે. સામાન્ય રીતે આ ફૂલોનો વ્યાસ 3 થી 4 સે.મીનો હોય છે. તે ગુચ્છામાં ઉગે છે. તે ઘણીવાર પાણીની સપાટી અથવા ભીની જમીન પર તો ક્યારેક ઠંડા દરિયા કિનારાની નજીક ઊગે છે. વાસ્તવમાં આ બરફના પાતળા સ્તરો છે, જે ખૂબ નીચા તાપમાને બને છે. ખાસ કરીને આર્કટિક મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોમાં.

ફૂલો-humdekhengenews

ફ્રોસ્ટ ફૂલોના ઘણા સ્વરૂપો છે – નીડલ આઈસ, ફ્રોસ્ટ પિલર્સ, આઇસ રિબન્સ, રેબિટ ફ્રોસ્ટ અથવા રેબિટ આઇસ. જ્યારે બરફના પાતળા સ્તરો હવાના દબાણ હેઠળ ફૂલોનું સ્વરૂપ લે છે, ત્યારે તેને હિમ ફૂલો કહેવામાં આવે છે. જે સહેલાઈથી જોવા નથી મળતા.

ફૂલો-humdekhengenews

આ રીતે બને છે હિમ ફૂલો 

તેની રચનાની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે જમીન થીજેલી ના હોય પરંતુ તેની ઉપરની હવા અને પાણી થીજી રહ્યા હોય છે. ત્યારે વરાળ અને ધુમ્મસ એકઠા થવા લાગે છે. તેના કારણે આવા બરફના લાંબા અને પહોળા પાતળા સ્તરો જે ઠંડી હવાથી થીજી જાય છે. તેમજ, ઉપરથી આવતી વરાળ, ભેજ કે ધુમ્મસ નવાં પાંદડાં બનાવે છે. અને ફૂલ ખીલતું રહે છે.

ફૂલો-humdekhengenews

તાપમાન માઈનસ 8 ડિગ્રી

આ બરફના કમળ અથવા બરફના ફૂલો ખૂબ જ ઠંડી જગ્યાએ માત્ર સવારે કે સાંજે જોવા મળે છે. જ્યારે દિવસ દરમિયાન તાપમાન વધે છે, ત્યારે તે ઝડપથી ઓગળી જાય છે. અથવા અદૃશ્ય થઈ જાય છે. જો રાત્રિના સમયે હવામાન યોગ્ય હોય, તો તે ફરીથી બનવાનું શરૂ કરે છે. ખાસ કરીને છાયા વાળા વિસ્તારોમાં. આ ત્યારે જ બને છે જ્યારે તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસથી નીચું હોય.

ફૂલો-humdekhengenews

સપાટીનું તાપમાન ઊંચું અને હવાનું તાપમાન ઓછું 

દરિયાના પાણીમાં સલ્ફેટનું પ્રમાણ વધુ હોવાના કારણે આ બને છે. આ ફૂલો બનવા માટે શ્રેષ્ઠ તાપમાન માઈનસ 22 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ આ માટે સપાટી પર હાજર બરફનું તાપમાન ખૂબ ઓછું ન હોવું જોઈએ. તે વધારે હોવું જોઈએ અને હવાનું તાપમાન તેના કરતા ઓછું હોવું જોઈએ. જેથી આ ફૂલો રચે છે.

ફૂલો-humdekhengenews

આ પણ વાંચો : બ્રહ્માંડમાં જોવા મળી સફેદ પરી, નાસાએ જાહેર કરી અદ્દભુત તસવીર

Back to top button