ટોપ ન્યૂઝબિઝનેસ

RBIએ રેપો રેટમાં વધારો કરતા જાણો કેટલી મોંઘી થશે તમારી હોમલોન? મહિને કેટલો EMI આવશે?

બિઝનેસ ડેસ્કઃ નવા વર્ષ 2023માં તમારી EMI વધુ મોંઘી થશે. RBIએ ફરી રેપો રેટ વધારવાનો નિર્ણય લીધો છે. RBIએ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે રેપો રેટમાં 35 બેઝીસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. અગાઉ RBIએ ચાર મોનેટરી પોલિસી બેઠકોમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કર્યો હતો. એટલે કે 8 મહિનામાં RBIએ રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો છે.

RBIના રેપો રેટમાં વધારાની અસર
RBIના આ નિર્ણય બાદ સરકારથી લઈને ખાનગી બેંક અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, જેના પછી તમારી EMI મોંઘી થઈ જશે. હાલની હોમ લોનના વ્યાજ દરોમાં 0.35 ટકાનો વધારો થશે કારણ કે રેપો રેટ સાથે જોડાયેલી હોમ લોન પર વ્યાજદર વધશે.

ચાલો તમને જણાવીએ કે તમારી EMI કેટલી મોંઘી થશે….

વાંચોઃ RBIએ સતત 5મી વખત વ્યાજદરમાં વધારો કર્યો, Home Loan સહિત તમામ લોન મોંઘી

20 લાખની હોમ લોન પર EMIમાં કેટલો વધારો?
ધારો કે તમે SBI પાસેથી 25 લાખ રૂપિયાની હોમ લોન 20 વર્ષ માટે 8.40 ટકાના વર્તમાન વ્યાજ દરે લીધી છે. તો તમારે 21,538 રૂપિયાની EMI ચૂકવવી પડતી હતી. પરંતુ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટના વધારા બાદ વ્યાજ દર વધીને 8.75 ટકા થઈ જશે, ત્યારે આ EMIની રકમ વધીને હવે 22,093 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે મહિને તમારે EMI તરીકે 555 રૂપિયા વધુ ચુકવવા પડશે, જે વર્ષ દરમિયાન 6,660 રૂપિયા વધુ ચુકવવા પડશે.

RBI
RBI ગવર્નર શક્તિકાંત દાસે એમ કહ્યું છે કે રિટેલ ફુગાવો ઘટશે. તેમણે મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો આવું થાય છે, તો આગામી મહિનામાં EMIમાં ઘટાડો થઈ શકે છે.

40 લાખની હોમ લોન પર EMI 
જો તમે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે, જેના પર તમે હાલમાં 8.40 ટકાના દરે વ્યાજ ચૂકવી રહ્યા છો. જે અંતર્ગત હાલ 34,460 રૂપિયાની EMI ચૂકવવી પડે છે. પરંતુ રેપો રેટ વધાર્યા બાદ હવે તમારે 8.75 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે, જેના પર 35,348 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 888 રૂપિયા વધુ અને એક વર્ષમાં તમારા ખિસ્સા પર 10,656 રૂપિયાનો બોજ વધશે.

50 લાખની હોમ લોન પર EMI વધ્યો
જો તમે 15 વર્ષ માટે રૂ. 50 લાખની હોમ લોન લીધી છે, જેનો વ્યાજ દર હાલમાં 8.40 ટકા છે અને રૂ. 48,944ની EMI ચૂકવવી પડશે. પરંતુ RBIના રેપો રેટમાં વધારો કર્યા બાદ વ્યાજ દર વધીને 8.70 ટકા થઈ જશે, જેના પર 49,972 રૂપિયાની EMI ચૂકવવી પડશે. હવે દર મહિને 1028 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે.

મોંઘી EMIમાંથી પણ રાહત અપેક્ષિત છે
જો કે, એવું માનવામાં આવે છે કે વ્યાજદરમાં વધારાની પ્રક્રિયા અહીં અટકી શકે છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે એમ કહ્યું છે કે રિટેલ ફુગાવો ઘટશે. તેમણે મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જો આવું થાય છે, તો આગામી મહિનામાં EMIમાં ઘટાડો થઈ શકે છે.

Back to top button