ટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગ્રહનો અંત કેવી રીતે થાય છે? જાણો પૃથ્વીની હાલત શું થશે…

Text To Speech

ફ્રાંસ, 29 જાન્યુઆરી : ગ્રહનો અંત કેવી રીતે થાય છે? શું થાય છે જ્યારે કોઈ ગ્રહ અન્ય કોઈ તારા કે એસ્ટરોઇડ સાથે અથડાતો નથી, તો તેનો અંત કેવી રીતે થાય છે? શું આપણી પૃથ્વીનો અંત પણ આ રીતે થશે? આવા પ્રશ્નોના જવાબ વિજ્ઞાન પાસે છે. વિજ્ઞાન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કયા ગ્રહનો અંત કેવો હશે. કોઈ એસ્ટરોઇડ અથવા અન્ય તારા સાથે અથડાવાથી પૃથ્વીનું શું થશે? શું પૃથ્વી કોઈ ખાસ રીતે સમાપ્ત થશે કે પછી તે અન્ય ગ્રહોની જેમ જ નષ્ટ થશે? વિજ્ઞાની કહે છે કે ગ્રહનો અંત ઘણી રીતે થઈ શકે છે. સૂર્યમાં સમાઈ જવાથી લઈને ગ્રહની સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ જવા સુધીની ઘણી શક્યતાઓ છે.

ફ્રાંસના વિજ્ઞાની સીન રેમન્ડે Space.com માં કોઈ ગ્રહ કેવી રીતે નષ્ટ થાય છે તે સમજાવતા કહ્યું હતું કે, અવકાશમાં લાખો ગ્રહો મૃત્યુ પામે છે. જો ગ્રહ તેના તારાની ખૂબ નજીક આવી જાય તો તે તારાનું ગુરુત્વાકર્ષણ સમાપ્ત થાય તે પહેલાં જ તે તેમાં સમાઈ જશે. ધૂમકેતુ કે અન્ય કોઈ મોટી વસ્તુ સાથે અથડાયને પણ તેની નષ્ટ થવાની શક્યતા વધી જાય છે.

સૌરમંડળમાં ફક્ત તારાઓ અને ગ્રહોનો સમાવેશ નથી થતો. નાના પથ્થર અને એસ્ટરોઇડ પણ હોઈ છે. જો તારાઓનું ગુરુત્વાકર્ષણ ઘટે તો તેની નજીકના ગ્રહો નાના ગ્રહો સાથે અથડાઈ શકે છે, જેના કારણે નાના ખડકાળ ગ્રહો નાશ પામે છે. સાથે જ, એવી સંભાવના છે કે થોડા સમય પછી એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાવાનું શરૂ કરશે અને શક્ય છે કે તે જ સમય દરમિયાન, ગુરુ અથવા શનિ જેવા મોટા ગ્રહો પણ પૃથ્વી સાથે ટકરાશે.

આ ઉપરાંત, જો કોઈ ગ્રહ તેના તારા અને આસપાસના ગ્રહોથી બચી જાય છે, તો તે તેના ગ્રહની સિસ્ટમમાંથી મુક્ત થઈ જશે અને બ્રહ્માંડમાં ભટકેલા ગ્રહની જેમ તરવા લાગશે અને પછી કોઈક સમયે તે તારા સાથે અથડાઈને તેમાં ભડી જશે.

આ પણ વાંચો : પૃથ્વી પર 5 સેકન્ડ માટે ઓક્સિજન સમાપ્ત થાય તો શું થાય?

Back to top button