મતદાનની ટકાવારી આટલી કેવી રીતે વધી? ચૂંટણી પંચના આંકડા પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ
- ચૂંટણી પંચ દ્વારા મતદારોની સંખ્યા કેમ આપવામાં આવી નહીં: વિપક્ષ
નવી દિલ્હી, 1 મે: ચૂંટણી પંચે મંગળવારે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ અને બીજા તબક્કાના મતદાનના ચાર દિવસ બાદ અધિકૃત આંકડા જાહેર કર્યા હતા. જેને પગલે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે આ આંકડાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે, શરૂઆતના આંકડાની સરખામણીમાં મતદાનની ટકાવારી આટલી બધી કેવી રીતે વધી અને મતદારોની સંખ્યા કેમ આપવામાં આવી નહીં?
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 66.14 ટકા અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે. પંચના જણાવ્યા અનુસાર, 102 બેઠકો માટેની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66.22 ટકા પુરૂષ અને 66.07 ટકા મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે, જ્યારે 31.32 ટકા નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોએ મતદાન કર્યું છે. તે જ સમયે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે પૂર્ણ થયું હતું, જેમાં 88 બેઠકો માટે 66.99 ટકા પુરુષ મતદારો અને 66.42 ટકા મહિલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બીજા તબક્કામાં, 23.86 ટકા ટ્રાન્સજેન્ડર નોંધાયેલા મતદારોએ મતદાન કર્યું છે.
પરિણામોમાં છેડછાડની શક્યતા: માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા
Finally ECI has put out the final voter turnout figures for the first 2 phases which are substantially, not marginally as is normal, higher than the initial figures.
But why are the absolute numbers of voters in each Parliamentary constituency not put out? Percentages are… pic.twitter.com/WolBmyfnDa— Sitaram Yechury (@SitaramYechury) April 30, 2024
ચૂંટણી પંચના આ આંકડાઓ અંગે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ ‘X’ પર લખ્યું કે, “આખરે, ચૂંટણી પંચે પ્રથમ બે તબક્કાના મતદાનના અંતિમ આંકડા રજૂ કરી દીધા, જે હંમેશની જેમ મામૂલી નથી પરંતુ પ્રારંભિક આંકડા કરતા વધુ છે. પરંતુ દરેક સંસદીય મતવિસ્તારમાં મતદારોની સંપૂર્ણ સંખ્યા કેમ ન જણાવવામાં આવી જ્યાં સુધી આ આંકડા જાહેર થતાં નથી, મતદાનની ટકાવારી અર્થહીન છે. તેમણે વધુમાં લખ્યું કે, “પરિણામોમાં છેડછાડની સંભાવના રહેલી છે, કારણ કે મતગણતરી સમયે કેટલાક મતદાન નંબરો બદલાયા હશે. 2014 સુધી, દરેક મતવિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા હંમેશા ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ હતી. પારદર્શિતા હોવી જોઈએ અને આ ડેટા આગળ મૂકવો જોઈએ.”
ચૂંટણી પંચે જવાબ આપવો પડશે: સીતારામ યેચુરી
I’m talking of absolute number of registered voters in each constituency not the number of polled votes which will be known only after postal ballots are counted.
Why is the total number of voters in each constituency not being put out?
ECI must answer. pic.twitter.com/cWIBjQXjQv— Sitaram Yechury (@SitaramYechury) April 30, 2024
અન્ય એક પોસ્ટમાં યેચુરીએ લખ્યું કે, “હું દરેક મતવિસ્તારમાં નોંધાયેલા મતદારોની સંપૂર્ણ સંખ્યા વિશે વાત કરી રહ્યો છું, મતદાન કરાયેલા મતોની સંખ્યા વિશે નહીં, જે પોસ્ટલ બેલેટની ગણતરી પછી જ જાણી શકાશે. દરેક મતવિસ્તારમાં મતદારોની અમુક સંખ્યા શા માટે બતાવવામાં આવી રહી નથી?ચૂંટણી પંચે જવાબ આપવો પડશે.”
મતદાનની ટકાવારી 5.75% વધી: ડેરેક ઓ’બ્રાયન
Important.
FOUR days after Phase 2 ends, Election Commission releases final voting figures. A bump up (jump in turnout) of 5.75% from what EC released 4 days ago!
IS THIS NORMAL ? What am I missing here ?
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) April 30, 2024
ડેરેક ઓ’બ્રાયને લખ્યું કે, “મહત્ત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે બીજા તબક્કાના મતદાનના ચાર દિવસ પછી અંતિમ મતદાનના આંકડા જાહેર કર્યા. ચાર દિવસ અગાઉ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓમાંથી 5.75 ટકા (મતદાનમાં વધારો)નો વધારો! શું આ સામાન્ય છે? મને અહિયાં શું સમજાઈ રહ્યું નથી?
આંકડા 24 કલાકમાં મળી જતાં હતા: રાજકીય વિશ્લેષક
I have watched and studied Indian elections for 35 years now. While a difference of 3 to 5 % points between initial (polling day evening) and final turnout figures was not abnormal, we used to get the final data within 24 hours.
What is unusual and worrying this time is
a) delay… https://t.co/Z3NR0VGtQm— Yogendra Yadav (@_YogendraYadav) April 30, 2024
તે જ સમયે, રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ટ્વિટર પર લખ્યું કે, મેં 35 વર્ષથી ભારતીય ચૂંટણીઓને જોઈને અભ્યાસ કર્યો છે. પ્રારંભિક (મતદાન દિવસ-સાંજ) અને અંતિમ મતદાનના આંકડાઓ વચ્ચે 3થી 5 ટકાનો તફાવત અસામાન્ય હોતો નથી, અમને 24 કલાકની અંદર અંતિમ આંકડાઓ મળી જાય છે. આ વખતે અસામાન્ય અને ચિંતાજનક બાબત એ છે કે, પ્રથમ અને અંતિમ આંકડા જાહેર કરવામાં 11 દિવસનો વિલંબ. બીજું, દરેક મતવિસ્તાર અને તેના વિભાગો માટે મતદારો અને પડેલા મતોની વાસ્તવિક સંખ્યાની જાહેરાત ન કરવી. મતદાનની ટકાવારી ચૂંટણી ઓડિટમાં મદદ કરતી નથી. હા, આ માહિતી દરેક બૂથ માટે ફોર્મ 17 માં નોંધવામાં આવે છે અને તે ઉમેદવારના એજન્ટ પાસે ઉપલબ્ધ હોય છે, પરંતુ પડેલા મતો અને ગણતરી કરાયેલા મતો વચ્ચે કોઈ પણ પ્રકારની હેરાફેરી અથવા વિસંગતતાની દરેક શક્યતાને દૂર કરવા માટે ચૂંટણી પંચ જ સમગ્ર આંકડા આપી શકે છે અને આપવા જ જોઇએ. પંચે રિપોર્ટિંગ ફોર્મેટમાં આ અસાધારણ વિલંબ અને અચાનક ફેરફારને પણ સમજાવવો જોઈએ.”
આ પણ જુઓ: ચૂંટણી પંચના અંતિમ આંકડા જાહેર: પહેલા અને બીજા તબક્કામાં કેટલું મતદાન થયું? જાણો