વૈશ્વિક સંકટ છતાં ભારતીય અર્થતંત્ર સ્થિર કેવી રીતે રહ્યું? જાણો
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2024: રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ આખી દુનિયા માટે ચિંતાનું કારણ બની રહ્યો છે. બંને દેશ વચ્ચેના યુદ્ધની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર પડી રહી છે. આ યુદ્ધે ઘણા દેશોના અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે, પરંતુ ભારત આવી સ્થિતિમાં અડગ ઊભું રહ્યું છે. તેનું મુખ્ય કારણ છે – ભારતની કૂટનીતિ. આ કૂટનીતિને કારણે ભારતે યુદ્ધના માહોલમાં પણ પોતાનો માર્ગ કાઢ્યો છે અને સ્થિરતા ઊભી કરી છે.
યુરોપના દેશો દ્વારા રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ થયા પછી અન્ય સ્રોતો શોધવાનું શરૂ કર્યું જેને કારણે વૈશ્વિક બજારમાં ઓઇલની માંગ વધી અને તેના ભાવ પણ વધ્યા. તેની સીધી અસર ભારત ઉપર પડી. ભારત ઉપર મોંઘવારી અને આયાતની મુશ્કેલી ઊભી થઈ ગઈ કેમ કે ભારતની ઓઇલની 80 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી થાય છે. આ સંજોગોમાં મોદી સરકારે વચ્ચેનો માર્ગ કાઢ્યો.
ભારતે પશ્ચિમી દેશો સાથે સંતુલન જાળવી રાખીને ઓઇલની આયાત ચાલુ રાખી. તેનું એ પરિણામ આવ્યું કે વૈશ્વિક સંકટ છતાં સરકાર સ્થિર રહી. પ્રતિબંધોની સ્થિતિ અને અસર છતાં ભારતે રશિયા પાસેથી સસ્તું ઓઇલ ખરીદવાનું ચાલુ રાખ્યું. આ પગલું દેશ માટે આર્થિક રીતે મહત્ત્વનું પુરવાર થયું, કેમ કે એક તરફ મોંઘા ઓઇલની આયાતમાંથી આપણે બચી ગયા અને સાથે ઘરેલુ મોંઘવારીને પણ કાબુમાં રાખી શક્યા.
તે ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધની એક અસર વૈશ્વિક ઓઇલની કિંમતો પર પડી જેને કારણે કિંમતોમાં ઊતાર-ચઢાવ રહ્યા કર્યો. ભારત માટે આ સ્થિતિ અત્યંત મુશ્કેલ બની શકત, પરંતુ આપણે સસ્તું ઓઇલ ખરીદવાનું શરૂ કરીને સ્થિતિને સંભાળી લીધી. મોદી સરકારે આ સંજોગોમાંથી ટકી રહેવા સબસિડી પણ ચાલુ રાખી જેને કારણે ગ્રાહકો ઉપર મોંઘવારીનો બોજ ન પડ્યો.
રશિયા – યુક્રેન યુદ્ધ તેમજ વૈશ્વિક સહમતી વચ્ચે મોદી સરકારની પ્રતિષ્ઠાને પગલે ભારત આર્થિક સંકટમાંથી બચી ગયું. વૈશ્વિક સંકટની સ્થિતિમાં દેશના અર્થતંત્રને સ્થિર રાખવા માટે ઓઇલનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહ્યો અને સાથે ભાવો નિયંત્રણમાં રાખવામાં સરકારને સફળતા મળી.