રાજકોટઃ ભારતને આત્મનિર્ભર બનાવવા અને હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખતા દેશને ઉત્તમ તકો પુરી પાડવાની કવાયત ચાલી રહી છે. ત્યારે રાજકોટના જેતપુરના મેવાસા ગામ ઉનાળાની સિઝનમાં મજેદાર ગોળાથી ખ્યાતિ પામ્યું છે. આ ગામનુ વૃદ્ધ દંપતી લારી ચલાવીને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. મુક્તાબેન જેઠવા અને પ્રેમજીભાઈ જેઠવા નામના 70 વર્ષ કરતા વધુ ઉમરના વૃદ્ધ આજે લારી ચલાવીને કમાણી કરી રહ્યા છે.
વૃદ્ધ દંપતીને સંતાનમાં એક દિકરો દિકરી છે જેમાંથી દિકરો પણ સુરતમાં બરફ ગોળાની લારી ચલાવીને પોતાનો વ્યવસાય આગળ વધારી રહ્યો છે. ત્યારે કોઇના ઉપર ભારરૂપ બન્યાં કરતાં આત્મનિર્ભર બનીને આ વૃદ્ધ દંપતી સ્વાદિષ્ટ બરફ ગોળા બનાવીને મેવાસાના જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોના લોકોને આઇસ ગોળા ખાવા આકર્ષી રહ્યાં છે. અસહ્ય અને કાળઝાળ ગરમીમાં લોકો અલગ અલગ ફ્લેવર વાળા ગોળા ખાઇને ઠંડક મેળવી રહ્યાં છે.
વૃદ્ધ દંપતીએ પ્રધાનમંત્રી મોદીને યાદ કર્યા અને તેમને કરેલા સંબોધન અંગે જણાવતા કહ્યું કે, ઉદાર અને વૈશ્વિકૃત દુનિયામાં આત્મનિર્ભરતાનો અર્થ બદલાઈ ગયો છે. જ્યારે દેશ આત્મનિર્ભરતાની વાત કરે છે, ત્યારે એનો અર્થ સ્વકેન્દ્રિતતાથી અલગ છે. ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમની ભાવનામાં માને છે અને ભારતમાં પ્રગતિ એ સંપૂર્ણ વિશ્વની પ્રગતિનો ભાગ છે અને એમાં પ્રદાન પણ કરે છે.દુનિયાને ભરોસો છે કે, ભારત સંપૂર્ણ માનવજાતના વિકાસ માટે ઘણું પ્રદાન કરે છે.
આત્મનિર્ભર ભારત માટે PM મોદીનું પાંચ ‘આઈ’નું સૂત્ર
મોદીએ જણાવ્યું હતું કે પાંચ આઈ એટલે – ઈન્ટેન્ટ કે આશય, ઈન્ક્લૂઝન એટલે કે સમાવેશ, ઈન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધા અને ઈનોવેશન એટલે કે નવીનતા. તેમણે ઉદ્યોગોને ગ્રામીણ અર્થતંત્રમાં રોકાણ કરવા સ્થાનિક,નાના વેપારીઓ સાથે ભાગીદારીનો રસ્તો ખૂલ્યો હોવાનો લાભ લેવા હાકલ કરી હતી.