ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

કેવી રીતે લુપ્ત થઈ વિશ્વની અતિપ્રાચીન સંસ્કૃતિ? આજે પણ છે તેના અવશેષો

  • દુનિયાભરમાં જાણીતું ચીચેન ઈટ્જા આ સંસ્કૃતિના લોકોએ બનાવેલું 
  • 2012માં દુનિયાના વિનાશની ભવિષ્યવાણી કરાઈ હતી આ સંસ્કૃતિના કેલેન્ડરમાં
  • વૈજ્ઞાનિકોનું નવું તારણ -દુકાળના લીધેે વિલુપ્ત થઈ માયા સંસ્કૃતિ

 HDNEWS, 14 એપ્રિલ: સદીઓ પહેલા વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંની એક માય સભ્યતાની વિલુપ્ત થવા બાબતે હાલમાં વૈજ્ઞાનિકોનુ એક નવું તારણ આપ્યું છે. માયા સભ્યતાના વિલુપ્ત થવા મુદ્દે અત્યાર સુધી અલગ અલગ મતમતાંતર હતા. પણ હાલમાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે માયા સભ્યતાનો અંત મહામારી કે યુદ્ધના કારણે નહી પણ દુકાળ પડવાના કારણે થયો હતો.

પ્રાચીન વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ હતી પણ કાળાંતરે એક પછી એક સંસ્કૃતિઓ વિલુપ્ત થતી ગઈ જેમાં માયા સંસ્કૃતિ અતિ પ્રાચીન હોવાનું માનવામાં આવી રહી છે. હાલમાં આ સંસ્કૃતિના પતન કેમ થયું તેના પર વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું હતું. આ સંશોધન મુઝબ પ્રાચીન વિશ્વમાં આ સંસ્કૃતિના લોકો મેક્સિકો, ગ્વાટેમાલા,યુકાટન અને હોન્ડુરાસ જેવા દ્રીપકલ્પોમાં વસવાટ કરતા હતા.યુકાટના ટાપુમાં આ સંસ્કૃતિના અવશેષો પણ જોવા મળ્યા છે. કહેવાય છે કે 1500 ઈ.વી. પહેલાથી આ મહાન સંસ્કૃતિની શરૂઆત થઈ હતી અને 16મી સદીમાં તે સંપુર્ણપણે વિલુપ્ત થઈ ગઈ હતી.

વૈજ્ઞાનિકો જણાવ્યું કારણ

વૈજ્ઞાનિકોના તારણ મુજબ, દુકાળ પડવાના કારણે આ સભ્યતાનો વિનાશ થયો હતો. લેડબાઈબલ નામના રિપોર્ટમાં, જણાવાયું છે કે ખેતી માટી રસ્તા બનાવીને અને સુંદર ઇમારતો બનાવવા માટે તેઓ ઇંધણ તરીકે ઝાડના લાકડાનો ઉપયોગ કરતા હતા, જેના કારણે જમીનની સુર્યકિરણોનું શોષણ કરવાની ક્ષમતામાં ઘટાડો થઈ ગયો હતો. આથી પાણીનું પણ બાષ્પીભવન થવા લાગ્યું હતું.જેનાથી સાબિત થાય છે કે લગભગ એક સદી દરમિયાન વાદળો ઓછા બનવાથી વરસાદના અભાવે દુકાળ પડવા લાગ્યો હતો.

માયા સંસ્કૃતિનું કેલેન્ડર

આ સંસ્કૃતિના કેલેન્ડરમાં વિવિધ ધાર્મિક તહેવારો અને ખગોળીય ઘટનાઓનું પણ વર્ણન જોવા મળે છે. 2012માં દુનિયાનો વિનાશ થઈ જશે તેવી ભવિષ્યવાણી પણ આ કેલેન્ડરમાં હતી જે પછીથી ખોટી સાબિત થઈ હતી.

સાશન વ્યવસ્થા

માયા સંસ્કૃતિમાં એક વિશેષ પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં હતી. જેમાં સંચાલન વ્યવસ્થાની બાગડોર પુરષો સંભાળતા હતા. રાજાશાહી પધ્ધતિમાં ક્યારેક રાણીઓ પણ રાજ કરતી હતી. આ સંસ્કૃતિમાં એક બહાદુર રાજ કરવા માટે માન્યતા હતી કે એક બહાદુર રાજા રાજ કરી શકે કારણ કે તો જ રાજ્યનો વિસ્તાર થાય.જેમાં નવા રાજા બનાવતી વખતે દેવતાઓને રાજી કરવા માટે માનવબલિ આપવાની પ્રથા હતી.

કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં કરાયેલા આ સંશોધન પ્રમાણે, દુકાળ પડવાથી પાકને અને વ્યાપારને ઘણું નુકશાન થયું હતું. આમ આ સંસ્કૃતિ વિલુપ્તિના આરે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો:  શું છે શંકરાચાર્ય હિલ? જેને વડાપ્રધાન મોદીએ કર્યા નમન, સંપૂર્ણ ઇતિહાસ જાણો

Back to top button