ટ્રેન્ડિંગવર્લ્ડસ્પોર્ટસ

કેવી રીતે મહાન ફુટબોલર બન્યા પેલે? તેમના અનોખા રેકોર્ડ તોડવા સહેલા નથી

Text To Speech

દુનિયાએ એક મહાન ફુટબોલરને ગુમાવી દીધા. મહાન ફુટબોલરોમાં સામેલ બ્રાઝિલના દિગ્ગજ પેલેનું 82 વર્ષની ઉંમરે નિધન થયું. ગુરૂવારે મોડી રાતે ઇન્સ્ટાગ્રામ પર તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. કોલન કેન્સરથી તેમનું મૃત્યુ થયુ. તેઓ કેન્સરને માત ન આપી શક્યા. બ્રાઝિલના એક નાના વિસ્તારમાંથી આવેલા પેલેએ દુનિયામાં ફુટબોલની વ્યાખ્યા જ બદલી નાખી.

ગરીબીમાં ઉછરેલા પેલેએ ફુટબોલમાં ખુબ જ નામ કમાયુ. એવા રેકોર્ડ કરી દીધા જે આજ સુધી તુટી શક્યા નથી. તેમણે બનાવેલા રેકોર્ડ પર ધ્યાન આપીશું તો જાણી શકીશું કે તેઓ આટલા મહાન ફુટબોલર કેમ હતા.

પેલેના રેકોર્ડ પર એક નજર

  • તે પોતાના દેશને ત્રણ વર્લ્ડકપ અપાવનાર એક માત્ર ખેલાડી છે. પેલે 1958, 1962 અને 1970માં બ્રાઝિલને લર્લ્ડકપ અપાવ્યો હતો.
  • પેલે 18 વર્ષની ઉંમર પહેલા ફીફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર દુનિયાના એકમાત્ર ખેલાડી હતા.
  • 1958 ફીફા વર્લ્ડ કપમાં સુડાન સામે વર્લ્ડ કપ ફાઇનલમાં તેમણે બે ગોલ કર્યા હતા.
  • પેલે પ્રોફેશનલ કરિયરમાં કુલ 1363 મેચ રમ્યા અને 1281 ગોલ કર્યા. પેલેએ બ્રાઝિલ માટે 92 મેચમાં કુલ 77 ગોલ કર્યા.
  • પેલેએ 1971માં આંતરરાષ્ટ્રીય ફુટબોલ માંથી સંન્યાસ લીધો.

કેવી રીતે મહાન ફુટબોલર બન્યા પેલે? તેમના અનોખા રેકોર્ડ તોડવા સહેલા નથી hum dekhenge news

દિગ્ગજ ફુટબોલર પેલેના નામે નોંધાયેલો છે ખાસ રેકોર્ડ

પેલે પોતાના પહેલા વર્લ્ડકપમાં ધમાલ મચાવનાર ખેલાડી છે. તેમણે 17 વર્ષ અને 239 દિવસની ઉંમરમાં 1958 વર્લ્ડ કપમાં વેલ્સ વિરુદ્ધ ક્વાટર ફાઇનલ મેચમાં વર્લ્ડ કપનો પહેલો ગોલ કર્યો હતો. આ રીતે તેઓ આ ટુર્નામેન્ટમાં ગોલ કરનાર સૌથી નાની ઉંમરના ફુટબોલર બની ગયા હતા. ખાસ વાત એ છે કે 17 વર્ષ અને 244 દિવસની ઉંમરમાં 1958 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં તેણે ફ્રાંસ વિરુદ્ધ હેટ્રિક ગોલ પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ ઉર્વશીનો ‘રિષભ’ પ્રેમ, અકસ્માત થતાં આપ્યો એવો સંદેશ કે સૌ કોઈ કરી રહ્યા છે ચર્ચા

Back to top button