મોદી અને શાહને લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાંથી કેવી રીતે મળી મોટી રાહત?
- મહારાષ્ટ્રનું રાજકીય ચિત્ર હવે સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, તેનું એક મોટું કારણ અજિત પવાર બન્યા છે.
- અજિત પવારના નેતૃત્વમાં એનસીપીના તૂટવાનો ફાયદો ભાજપને પુરે પુરો થશે.
Maharashtra Politics: રવિવાર (2 જુલાઈ) મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલનો દિવસ બની ગયો છે. એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના નિર્ણયે મહારાષ્ટ્રમાં ભાજપને ફાયદો કરાવી દિધો છે. અજિત પવારને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા બાદ ખુદ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેને ત્રણ એન્જિનની સરકાર ગણાવી છે અને તેમનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે હવે તેમની સરકારને ટ્રિપલ એન્જિન મળી ગયું છે.
મહારાષ્ટ્રમાં આ રાજકીય ઉથલપાથલથી કેન્દ્રની મોદી સરકારને પણ મોટી રાહત મળી છે. 2024માં લોકસભાની ચૂંટણી માટે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને તે પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બીજેપીના પક્ષમાં આવી છે. અજિત પવારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન એટલે કે એનડીએમાં સામેલ થઈને લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મોટી રાહત આપી છે.
NCPમાં ભાગલાથી ભાજપને ફાયદો
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, જે ઉત્તર પ્રદેશ પછી બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં NCPની સારી પકડ છે. એનસીપી ચીફ શરદ પવારને વિપક્ષી પાર્ટીઓના સંભવિત મહાગઠબંધનના આર્કિટેક્ટ તરીકે ગણવામાં આવે છે. દરમિયાન તેના પરિવારમાં જ અણબનાવ સર્જાયો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો લોકસભાની ચૂંટણી પહેલા તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈ જશે તો ક્યાંકને ક્યાંક ભાજપ માટે સંકટ તોળાઈ શકે છે.
આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યુ: આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં વરસાદના પાણીના નિકાલ માટે બેઠક બોલાવી
અજિત પવારનો બળવો ભાજપની જીત બની શકે છે
પહેલા શિવસેનામાં અને હવે એનસીપીમાં બળવાને કારણે બંને પક્ષો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. શિવસેનાનો શિંદે જૂથ પહેલેથી જ NDA સાથે છે. હવે અજિત પવારના સમર્થન થી રાજ્યમાં ભાજપની તાકાત વધુ વધી છે. અજિત પવારના બળવાને કારણે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે મોટી રાહત થતી જોવા મળી રહી છે.
આ વખતે વિપક્ષ માટે લોકસભામાં એક પણ સીટ જીતવી મુશ્કેલ
અજિત પવારના ગઠબંધનનો હિસ્સો બન્યા બાદ એકનાથ શિંદેએ પોતે કહ્યું હતું કે, “કેબિનેટમાં બેઠકોની વહેંચણી પર ચર્ચા કરવા માટે પૂરતો સમય છે. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે સાથે આવ્યા છીએ. લોકસભા ચૂંટણીમાં વિપક્ષને 4-5 બેઠકો મળી છે,” પરંતુ આ વખતે તેઓ તે પણ કરી શકશે નહીં. વિપક્ષ માટે આટલી બધી બેઠકો મેળવવી મુશ્કેલ બનશે.”
આ પણ વાંચો: કયાં કારણોસર વિપક્ષ નેતાને મળ્યું સીધું ડેપ્યુટી CMનું પદ?