ગુજરાત ATSએ કેવી રીતે ISના આતંકી મોડ્યૂલનો કર્યો પર્દાફાશ?
- કટ્ટરપંથીઓએ આતંકી સંગઠનમાં જોડાવા માટે કેમ પોરબંદરનો માર્ગ પસંદ કર્યો
ગાંધીનગર: ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKPના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ લોકોની પોરબંદરથી અટકાયત કરી છે. આ ત્રણ લોકો પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ ત્રણેયની પૂછપરછમાં સુરતની એક મહિલાનો પણ ખુલાસો થતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોરબંદરથી ઇરાનના રસ્તે અફઘાનિસ્તાન જવાના હતા
ગુજરાત એ.ટી.એસને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો પોરબંદરના દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસની ટીમે 9 જૂન વહેલી સવારે પોરબંદર રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણેય યુવકોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી. આ ત્રણેય વ્યક્તિ શ્રીનગરના હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.
વધુ પૂછપરછમાં જાણવા મળ્યુ કે અન્ય બે વ્યક્તિ, ઝુબેર અહેમદ મુનશી (શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક સૈયદપુરા, સુરત પણ ISKPના આ જ મોડ્યૂલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિની સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ.
#WATCH | Ahmedabad: DGP Gujarat Vikas Sahay speaks on ATS arrest of 4 Islamic State of Khorasan Province (ISKP) operatives pic.twitter.com/AOzTPxpXjA
— ANI (@ANI) June 10, 2023
સુરતની મહિલા પણ ઝડપાઇ
આ માહિતીના આધારે ગુજરાત એ.ટી,એસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુમેરાબાનુ મલેકના ઘરે દરોડા પાડ્યા હતા અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં સઘન સર્ચ કરવામાં આવ્યુ હતુ જેમાં ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે વોઇસ ઓફ ખોરાસાન વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તે હેન્ડલરના સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સબંધમાં હતી.
પોરબંદરમાં અટકાયતમાં લેવામાં આવેલા ત્રણેય કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઇલ ફોન, ટેબ્લેટ અને છરી જેવા તીક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે.
આ પણ વાંચો- એમેઝોનના જંગલમાં વિમાનના અકસ્માતના 40 દિવસ પછી ચાર બાળકો જીવતા મળી આવ્યા
આ લોકોના ક્લાઉડ સ્ટોરેજ એકાઉન્ટને એક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKPના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ, અમીરુલમોમીનીન (કમાન્ડર ઓફ ધ ફેથફુલ ઓફ લીડર)ને બાયા’હ (નિષ્ઠાના શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વીડિયો અને તેમણે ખોરાસાનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઇલો મળી આવી છે. વધુ પૂછપરછમાં તેમણે તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદર પહોચવાની સુચના આપવામાં આવી હતી.
જ્યાથી તેઓ મજુર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા અને આ બોટ અને તેના કેપ્ટનનો ઉપયોગ કરીને તેમણે આપેલા પૂર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડિનેટ સુધી પહોચવાના હતા, જ્યાં તેમણે ધો (Dhow) દ્વારા ઇરાન લઇ જવામાં આવનારા હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઇને ખોરાસન પહોચવાના હતા, તે પછી ઇસ્લામિક એમીરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી કૃત્યમાં ભાગ લેવાના હતા અને શહાદત હાંસલ કરવાની હતી.
UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો
આ મૌખિક અને ઊૌતિક તથ્યો દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાના આધારે ઉબેદ નાસિર મીર (સૌરા,શ્રીનગર), હનાન હયાત શોલ (નૌશરા,શ્રીનગર), મોહમ્મદ હાજીમ શાહ (સૌરા, શ્રીનગર), ઝુબેર અહેમદ મુનશી (અમીરા કદલ, શ્રીનગર), સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક (સૈયદપુરા, સુરત) વિરૂદ્ધ અનલોકુલ એક્ટીવીટીસ પ્રિવેન્શન એક્ટ (UAPA), 1967ની સબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપી ઉબેદ નાસિર મીર, હનાન હયાત શોલ, મોહમ્મદ હાજીમ શાહ, સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક,ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ઝુબેર અહેમદ મુનશીને શોધવાના પ્રયાસ ચાલુ છે.