ઈલોન મસ્કે કેવી રીતે ભારતની સેટેલાઇટ અંતરીક્ષમાં મોકલી? જૂઓ આ દંગ કરનારો વીડિયો
- SpaceXની મદદથી ભારતની સેટેલાઇટ GSAT-N2 અથવા GSAT 20ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી
નવી દિલ્હી, 19 નવેમ્બર: અબજોપતિ ઈલોન મસ્કની કંપની SpaceXની મદદથી ભારતની સેટેલાઇટ GSAT-N2 અથવા GSAT 20ને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી છે. ISRO એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને SpaceXના ફાલ્કન 9 રોકેટની મદદથી સેટેલાઇટ લોન્ચ કરાવી છે. મળતી માહિતી મુજબ, આ સેટેલાઈટની મદદથી કોમ્યુનિકેશન સિસ્ટમ અને ઈન્ટરનેટના મામલે મોટો ફાયદો થવાની શક્યતાઓ છે.
જૂઓ વીડિયો
Deployment of @NSIL_India GSAT-N2 confirmed pic.twitter.com/AHYjp9Zn6S
— SpaceX (@SpaceX) November 18, 2024
આ સફળ પ્રક્ષેપણના થોડા સમય પછી, SpaceXએ GSAT-N2 અથવા GSAT 20થી સંબંધિત કેટલાક વીડિયો બહાર પાડ્યા છે, જેમાં તે જોઈ શકાય છે કે કેવી રીતે ફાલ્કન 9 સેટેલાઈટને અંતરીક્ષમાં લઈ ગયું. ભારતીય સેટેલાઇટનું વજન 4700 કિલોગ્રામ છે. જ્યારે, ISROના LMV-3માં GTOમાં 4,000 કિલોગ્રામ સુધીના સેટેલાઇટને લોન્ચ કરવાની ક્ષમતા છે.
સેટેલાઇટને 32 યુઝર બીમ સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં 8 સાંકડા અને 24 પહોળા બીમનો સમાવેશ થાય છે. દેશભરમાં ફેલાયેલા સબ સ્ટેશન આ બધા પર કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, ભારતે લગભગ 430 વિદેશી સેટેલાઈટ લોન્ચ કર્યા છે, પરંતુ આ વિદેશી સેટેલાઈટ કેપ કાર્નિવલથી લોન્ચ કરવામાં આવ્યા હતા. મસ્ક પહેલા ભારત ભારે સેટેલાઇટ માટે યુરોપના એરિયનસ્પેસ પર નિર્ભર હતું.