ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ChatGPTના સ્થાપક સેમ ઓલ્ટમેને કઈ રીતે આપ્યું હિન્દીમાં પ્રેઝન્ટેશન?

ChatGPT અને તેના સ્થાપક સેમ ઓલ્ટમેન વારંવાર સમાચારમાં ચમકે છે. ફરી એકવાર સેમ ઓલ્ટમેને બધાને ચોંકાવી દીધા છે, તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ 4 મિનિટના વીડિયોમાં તે સતત હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન આપતા જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તે હિન્દી કેવી રીતે બોલે છે? અને તેને હિન્દી ભાષાનું જ્ઞાન છે કે નહીં? તો આપણા માટે એ જાણવું જરૂરી છે કે તે આ ChatGTP ની મદદથી આ કરી શક્યા છે. ChatGPT નો મતલબ ચેટ જનરેટિવ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર છે.

આ એક પ્રકારનું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ છે. આ એક ડીપ મશીન લર્નિગ માટે બેસ્ડ ચૅટબૉટ છે, જે ઑપન એઆઈ (open AI) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચેટ જીપીટીએ જે તે પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તેમના જવાબો લખી આપે છે. આ Google searchની જેમ અલગ-અલગ વેબસાઈટ પર ડાઈવર્ટ નથી કરતું, તે પ્રશ્નોના સીધા જવાબો આપે છે. તેથી, તે વધુ યુઝર ફ્રેન્ડલી માનવામાં આવી રહ્યું છે. તો ચાલો જાણીએ થોડું ChatGTP વિશે…

X પરના વિડિયોમાં સેમ ઓલ્ટમેન હિન્દી બોલતા નજરે પડ્યા

વાસ્તવમાં, આ “કારીગીરી” અન્ય વ્યક્તિએ કરી છે. ઓલ્ટમેનની બોલવાની ઢબ અને તેના હાવભાવને આધારે તેમની સ્પિચને અન્ય વ્યક્તિએ હિન્દીમાં કન્વર્ટ કરી દીધી છે. આવું કરનાર લિનસે તેની પોસ્ટમાં જણાવ્યું છે કે તેણે સેમ ઓલ્ટમેનનો AIનો ઉપયોગ કરીને હિન્દીમાં પોતાનું પ્રેઝન્ટેશન આપતો વીડિયો બનાવ્યો છે. આમાં સેમ ઓલ્ટમેન હિન્દીમાં પ્રેઝન્ટેશન આપી રહ્યા છે અને જણાવે છે કે તેમની પ્રાકૃતિક ભાષા તેમને ChatGPTમાં કેવી રીતે મદદ કરે છે. અને હેજનનો ઉપયોગ કરીને તેઓ જૂના વીડિયોને કોઈપણ નવી ભાષામાં કન્વર્ટ કરી શકશે. તેનો ઉપયોગ પણ એકદમ સરળ છે.

ChatGPT થી શું ફાયદો થશે?

ChatGPT 2022મા લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારથી આ પ્લેટફોર્મ એકદમ એડવાન્સ અને અપડેટ થઈ ગયું છે. આ પ્લેટફોર્મ પર તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો અને તેમાં તેનો જવાબ આપવાની ક્ષમતા છે. ઘણા લોકો ChatGPT ની મદદથી ઓફિસ, કોલેજ વગેરે અસાઇનમેન્ટ પૂર્ણ કરે છે.

ChatGPT ના કારણે ઘણા લોકો પરેશાન પણ છે

જ્યાં ChatGPT ઘણા લોકોના કામને સરળ બનાવી રહ્યું છે, તો બીજી તરફ ઘણા લોકો તેના કારણે પરેશાન પણ છે. વાસ્તવમાં, ChatGPT નિર્માતા સેમ ઓલ્ટમેનથી લઈને અન્ય ઘણા લોકોને ડર છે કે આ પ્લેટફોર્મ ઘણા લોકોની નોકરીઓ ખાઈ જશે. કન્ટેન્ટ ક્રિએટર્સ અને કોડિંગ ડેવલપર્સ આનાથી સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે.

ચેટ જીપીટી (ચેટ જીપીટી) એક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટૂલ છે. આ એક ડીપ મશીન લર્નિગ માટે બેસ્ડ ચૅટબૉટ છે, જે ઑપન એઆઈ (open AI) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચેટ જીપીટીએ જે તે પ્રશ્નોનું વિશ્લેષણ કરીને તેમના જવાબો લખી આપે છે. આ Google searchની જેમ અલગ-અલગ વેબસાઈટ પર ડાઈવર્ટ નથી કરતું, તે પ્રશ્નોના સીધા જવાબો આપે છે. તેથી, તે વધુ યુઝર ફ્રેન્ડલી માનવામાં આવી રહ્યું છે.

ચેટ જીપીટી વિશે કેટલીક વાતો :

તે એક પ્રોટોટાઇપ સંવાદ આધારિત ચૅટબૉટ છે.
આ GPT-3.5 આર્કિટેક્ચર પર બનવેલું એક વિકસિત ભાષા મોડેલ છે.
આ મળેલા ઈનપુટના આધાર પર માણસની જેમ લખાણ લખી શકે છે.
તે Google આસિસ્ટન્ટની જેમ કાર્ય કરે છે. પરંતુ તેનું કામ અલગ છે.
ચેટ જીપીની શ્રેણી ઓપન એઆઈ છે.

આ પણ વાંચો : લંડનમાં મેયરપદની ચૂંટણીઃ આ વખતે ભારતીય મૂળના ઉમેદવારનું પલ્લું ભારે

Back to top button