ઇન્ટરનેટ વિના તમારી ટ્રેન વિશે જાણકારી કેવી રીતે મળી શકે? આ રહ્યો રસ્તો
- લોકો પોતાના ફોનમાં Where is my Train એપ ડાઉનલોડ કરી ટ્રેનની માહિતી મેળવી શકશે
- Where is my Train એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઉપલબ્ધ
નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: ભારતમાં કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ભારતીય રેલવે મુસાફરોની દરેક સુવિધાનું ખાસ ધ્યાન રાખે છે. ઘણી વખત એવું બને છે કે, ટ્રેન કોઈ ચોક્ક રેલવે સ્ટેશન પર થોડો વિલંબ કરીને પહોંચે છે. આવી સ્થિતિમાં, મુસાફરોને ચિંતા થવા લાગે છે કે ટ્રેન ક્યારે સ્ટેશન પર પહોંચશે. જો કે ફોનમાં ઈન્ટરનેટ કનેક્શન હોય તો ટ્રેનનું લાઈવ સ્ટેટસ જોઈ શકાય છે. પરંતુ, જ્યારે ફોનમાં ઈન્ટરનેટ પેકની સુવિધા જ ન હોય અથવા પેક ખતમ થઈ ગયું હોય ત્યારે આ સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં યાત્રીઓને પોતાની ટ્રેન ગુમ થવાનો ડર વધુ લાગે છે. ત્યારે હવે લોકો ઇન્ટરનેટ વિના પણ ટ્રેનનું લાઇવ સ્ટેટસ (ટ્રેન લાઇવ ટ્રેકિંગ) જાણી શકશે. જે ક્યાં છે મારી ટ્રેન (Where is my Train) એપની મદદથી જ કરી શકાશે.
ઈન્ટરનેટ વગર ટ્રેનનું લાઈવ લોકેશન કેવી રીતે જાણી શકાશે ?
ટ્રેનનું લાઈવ લોકેશન જાણવા માટે તમારે તમારા ફોનમાં Where is my Train એપ ડાઉનલોડ કરવી પડશે. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.
Where is my Train એપની વિશેષતાઓ શું-શું છે ?
- લાઇવ ટ્રેન લોકેશન: કોઈપણ ટ્રેનનું રિયલ ટાઇમ લોકેશન, અંદાજિત આગમન અને પ્રસ્થાન સમય, સ્ટોપેજની માહિતી અને વિલંબ/રદ થવાના અપડેટ્સ
- PNR સ્ટેટસ: બુકિંગ સ્ટેટસ, સીટ કન્ફર્મેશન, કોચ સ્ટેટસ અને કો-પેસેન્જર સ્ટેટસ સાથે PNR નંબર દાખલ કરો.
- ટિકિટ બુકિંગ: એપ્લિકેશન તમને IRCTC વેબસાઇટ પર સીધી ટ્રેન ટિકિટ બુક કરવાની મંજૂરી આપે છે.
- આગામી સ્ટેશનની માહિતી: પ્લેટફોર્મ નંબર, ઇન્ક્વાયરી કાઉન્ટર લોકેશન, વેઇટિંગ રૂમ, રેસ્ટોરન્ટ જેવી આગામી સ્ટેશન પર ઉપલબ્ધ સુવિધાઓ વિશેની માહિતી
- ચેતવણીઓ અને સૂચનાઓ: ટ્રેનના આગમન/પ્રસ્થાનના સમય, વિલંબ/રદીકરણ અપડેટ્સ અને મહત્વપૂર્ણ માહિતી પર તાત્કાલિક ચેતવણીઓ.
- ઑફલાઇન મોડ: ઇન્ટરનેટ કનેક્શન ન હોય ત્યારે પણ ઍપનો ઉપયોગ કરી શકાશે.
તમને એપથી કેવી રીતે ફાયદો થશે?
- સમયની બચત: ટ્રેનનું સ્ટેટસ અથવા PNR સ્ટેટસ જાણવા સ્ટેશન પર લાંબી કતારોમાં ઊભા રહેવાની હવે કોઈ ઝંઝટ રહેશે નહીં.
- ચિંતા વગરની મુસાફરી: ટ્રેનના સ્થાન અને અપડેટ્સ વિશેની માહિતી મેળવીને, તમે મુશ્કેલી વગરની મુસાફરી કરી શકશો.
- યોગ્ય સમયે યોગ્ય નિર્ણયઃ એપ (Where is my Train) ટ્રેનની સ્થિતિ અને કામગીરી વિશે પારદર્શક માહિતી આપે છે. અપડેટ રહેવાથી, તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકો છો.
- સુવિધાજનક અને ઉપયોગી: આ એપ્લિકેશન સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે ઉપયોગમાં સરળ છે. આ માટે કોઈ તકનીકી જ્ઞાનની જરૂર પડશે નહીં.
Where is my Train એપ કેવી રીતે કામ કરે છે?
Where is my Train એપ ટ્રેનનું લાઇવ લોકેશન જાણવા માટે ત્રણ મોડ પ્રદાન કરે છે. સેલ ટાવર વિકલ્પ ઇન્ટરનેટ કનેક્શન વિના કામ કરે છે.
સેલ ટાવર વિકલ્પ સાથે એપ ટ્રેન જ્યાંથી પસાર થાય છે તેની નજીકના મોબાઈલ ટાવરનું સિગ્નલ પકડે છે. એપની મદદથી નજીકના ટાવરના લોકેશનની જાણકારી પેસેન્જરને મળી શકશે. આ મોડ સિવાય એપમાં ઈન્ટરનેટ અને GPS મોડ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટની નવી 70 બસોનું લોકાર્પણ કર્યું, 5 હજાર કર્મચારીઓને લાભ