ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જે આટલા માર્કસ પણ લાવી ન શકે તે કેવી રીતે વકીલ બનશે! જાણો કઈ વાત પર ભડક્યા CJI ચંદ્રચૂડ

  • અરજીની સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડ ભડકી ગયા અને આ અરજીને ફગાવી દીધી

નવી દિલ્હી, 9 જુલાઇ: ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડ અવારનવાર પોતાની બુદ્ધિમત્તાના કારણે ચર્ચામાં રહે છે. અવારનવાર સુપ્રીમ કોર્ટમાં તેમની સામે આવા અનેક મામલા આવે છે જેના કારણે CJI ચંદ્રચુડ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને ગુસ્સે થઈ જાય છે. આવો જ એક કિસ્સો આજે મંગળવારે જોવા મળ્યો જ્યારે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE)માં ક્વોલિફાઈંગ માર્કસ ઘટાડવાની માંગ કરતી અરજી તેમની પાસે આવી. આ અરજીની સુનાવણી દરમિયાન CJI ચંદ્રચુડ ભડકી ગયા અને આ અરજીને ફગાવી દીધી હતી. CJIએ કહ્યું કે, જો તેઓ આટલા માર્કસ પણ લાવી શકે તેમ નથી તો તેઓ કેવી રીતે વકીલ બનશે?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પરીક્ષામાં લાયકાતના ગુણ સામાન્ય કેટેગરી/OBC માટે 40% અને SC/ST ઉમેદવારો માટે 35% હોવા જોઈએ. હાલમાં જરૂરી ગુણ 45% અને 40% છે.

AIBE પરીક્ષામાં કટ ઓફ ઘટશે તો બારને સારા વકીલો મેળવવામાં મુશ્કેલી પડશે: CJI

AIBE પરીક્ષા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા લો ગ્રેજ્યુએટ્સ માટે લેવામાં આવે છે જેમણે LLB ડિગ્રી પૂર્ણ કરી હોય. પરીક્ષા એ સુનિશ્ચિત કરે છે કે કાયદાના સ્નાતકો ભારતમાં કાયદાની પ્રેક્ટિસ કરવા માટે જરૂરી કાયદાના નિયમોની સમજ ધરાવતા હોય. કટ ઓફ ઘટાડવાની અરજી પર સુનાવણી દરમિયાન ચંદ્રચુડને સમજાયું કે, જો AIBE પરીક્ષામાં કટ ઓફ ઘટશે તો બારને સારા વકીલો મેળવવામાં મુશ્કેલી પડશે. CJIએ કહ્યું કે, AIBE પરીક્ષાઓમાં કટ ઓફ પહેલાથી જ સામાન્ય શ્રેણી માટે 45 અને SC-ST માટે 40 ટકા છે. જો કોઈ વ્યક્તિ આટલા માર્ક્સ પણ ન મેળવી શકે તો તે કેવો વકીલ બનશે અને તમે કહો છો કે, તેને 40થી ઘટાડીને 35 કરો.

અરજી ફગાવી દેતી વખતે CJIએ અરજદારને હળવા સ્વરમાં કહ્યું: વાંચો ભાઈ

આ વર્ષે મે મહિનામાં, એક RTI દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી કે, ગયા વર્ષે લેવાયેલી AIBE પરીક્ષાઓમાં 50%થી વધુ ઉમેદવારો નાપાસ થયા હતા. આ RTI શિબુ બાબુ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને તે બહાર આવ્યું હતું કે, કુલ 1,48,781 વિદ્યાર્થીઓએ AIBE પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 74,368 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા અને 4,700થી વધુ ગેરહાજર રહ્યા હતા.

NEET UG કેસની સુનાવણી 11 જુલાઈએ થશે

સુપ્રીમ કોર્ટે NEET UG કેસની સુનાવણી દરમિયાન સોમવારે કહ્યું હતું કે, ‘આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને તેને નકારી શકાય નહીં.’ કોર્ટે કહ્યું હતું કે, ‘તે જાણવા માંગે છે કે પેપર લીકથી કેટલા લોકોને ફાયદો થયો છે અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે.’ કેસની સુનાવણી કર્યા પછી, CJI ચંદ્રચુડ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેંચે સુનાવણીની આગામી તારીખ 11 જુલાઈ નક્કી કરી છે. NEET UGના પરિણામો સામે ઘણા વિદ્યાર્થીઓ અને કોચિંગ સંસ્થાઓ વતી સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓમાં માંગ કરવામાં આવી હતી કે, 5 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષા રદ્દ કરવામાં આવે.

આ પણ જુઓ: ‘લાયસન્સ રદ થયા બાદ 14 દવાઓના વેચાણ પર રોક લગાવી દેવાઈ’, પતંજલિ આયુર્વેદની સુપ્રીમમાં સ્પષ્ટતા

Back to top button