ટ્રેન્ડિંગનેશનલ

સેનેટરી પેડ્સના નિકાલ માટે વધારાની ફી કેવી રીતે લેવાય? SCએ કેરળ સરકારને લગાવી ફટકાર

Text To Speech

નવી દિલ્હી, 07 મે 2024: સુપ્રીમ કોર્ટે PILની સુનાવણી દરમિયાન કેરળ સરકારને ફટકાર લગાવી કે સેનેટરી વેસ્ટના નિકાલ માટે વધારાની ફી કેવી રીતે વસૂલી શકાય? સુપ્રીમ કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો કે એક તરફ અમે માસિક સ્વચ્છતા અભિયાન માટે સેનેટરી નેપકીન મફતમાં આપીએ છીએ અને બીજી તરફ રાજ્ય સરકાર તેના કચરા માટે પૈસા લઈ રહી છે. કોર્ટે આ મામલે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

સરકાર દ્વારા વધારાની ફી વસૂલવા પર સવાલો ઊભા થયા

ઈન્દુ વર્મા દ્વારા દાખલ કરાયેલી PIL પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે રાજ્ય સરકારને પૂછ્યું, “એક તરફ, અમે શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં મફતમાં સેનેટરી નેપકિન આપીને માસિક ધર્મની સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો જારી કરીએ છીએ અને બીજી તરફ, રાજ્ય સેનિટરી વેસ્ટનો નિકાલ કરવા પૈસા વસૂલે છે. આ કેવી રીતે શક્ય બની શકે? તમે આનો જવાબ આપો. ઈન્દુ વર્માએ કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોમાં આવી કોઈ જોગવાઈ નથી ત્યારે રાજ્ય સેનેટરી વેસ્ટના નિકાલ માટે લોકો પાસેથી વધારાની ફી કેવી રીતે વસૂલી શકે? ડૉર ટુ ડૉર ગાર્બેજ ક્લેકશન માટે સરકાર દ્વારા કાર્યરત એજન્સીઓ લોકો પાસેથી સેનેટરી નેપકિન્સ, બેબી અને એડલ્ટ ડાયપર માટે વધારાનો ચાર્જ વસૂલી રહી છે.

સુપ્રીમ કોર્ટે સેનિટરી વેસ્ટના નિકાલ માટે ચિંતા વ્યક્ત કરી

વર્માએ કોર્ટને વિનંતી કરી હતી કે આવી ફી માટે નિયમો હોવા જોઈએ. સુનાવણી દરમિયાન, અરજદારે ખાસ કરીને કેરળના કોચી શહેરનો ઉલ્લેખ કર્યો, જ્યાં આવા ચાર્જ વસૂલવામાં આવે છે. જવાબમાં બેન્ચ વર્માની દલીલ સાથે સંમત થઈ હતી અને સેનેટરી વેસ્ટના નિકાલ માટે વસૂલવામાં આવતી વધારાની ફી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું, “તમે સેનેટરી વેસ્ટ માટે વધારાનો ચાર્જ શા માટે લેવો જોઈએ? આ માસિક સ્રાવની સ્વચ્છતાને લગતી અમારી સૂચનાઓના ઉદ્દેશ્યોથી સંપૂર્ણપણે વિરુદ્ધ છે. તમે આને કેવી રીતે ન્યાયી ઠેરવી શકો?”

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં મહિલા અનામત લાગુ કરવાનો SCનો આદેશ

Back to top button