અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ‘આંતરરાષ્ટ્રીય માન્યતા’ કેવી રીતે મળી શકે? ક્યા છે અવરોધો?
અફઘાનિસ્તાન માટે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત રોઝા ઓતુનબાયેવાએ બુધવારે દેશના તાલિબાન શાસકોને ચેતવણી આપી હતી કે મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને કામ પરના પ્રતિબંધો હટાવ્યા વિના તેમનો દેશ તૂટી જશે. આ જ કારણોસર કાયદેસર સરકાર તરીકે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવી ‘લગભગ અશક્ય’ છે.
તાલિબાને અફઘાનિસ્તાનને દેશ તરીકેની માન્યતા આપવાની માંગ કરી
ઓટુનબાયેવાએ ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ’ (યુએનએસસી)ને જણાવ્યું હતું કે, તાલિબાન શાસકોએ યુએન અને તેના અન્ય 192 સભ્ય દેશોને તેમની સરકારને માન્યતા આપવા કહ્યું છે, “પરંતુ તે જ સમયે તેઓ યુએન ચાર્ટરમાં વ્યક્ત કરાયેલા પ્રમુખ મૂલ્યોની વિરુદ્ધ કામ કરી રહ્યા છે”
અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન: UN(સંયુક્ત રાષ્ટ્ર)
તેમણે વધુમાં કહ્યું કે, ‘‘હું સ્પષ્ટ છું કે તાલિબાન શાસકોએ અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હુકમો અને પ્રતિબંધો મુકીને તેમના અધિકારો છીનવ્યા છે. જેના કારણે કારણે એક દેશ તરીકે માન્યતા મળવી તેમના માટે મુશ્કેલ છે. ’’
અફઘાનિસ્તાનને મળતી સહાય થઈ બંધ
અફઘાનિસ્તાનમાંથી યુએસ અને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) સૈનિકોની પીછેહઠ બાદ તાલિબાને ઓગસ્ટ 2021માં દેશની બાગડોર સંભાળી હતી. છોકરીઓ અને મહિલાઓના અધિકારો પરના પ્રતિબંધોને કારણે તાલિબાનના આદેશોએ દેશને મળતી વિદેશી સહાયને અસર કરી છે. ત્યાંના નાગરિકો વિશ્વના સૌથી મોટા માનવીય સંકટનો સામનો કરી રહ્યા છે.
તાલિબાન જાહેરમાં ફાંસી આપવા સહિતના ઈસ્લામીક કાયદાવાળા કડક નિયમો ધીરે-ધીરે લાદી રહ્યું છે, જેનાથી ત્યાંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
UN (સંયુક્ત રાષ્ટ્ર) અફઘાનિસ્તાનથી નારાજ
ઓટુનબાયેવાએ કહ્યું કે અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને કરેલી અનેક અપીલો છતાં પ્રતિબંધોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં સંયુક્ત રાષ્ટ્ર માટે કામ કરતી અફઘાન મહિલાઓ પર એપ્રિલમાં લાદવામાં આવેલ પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. તેના કારણે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનથી નારાજ છે.
અફઘાનિસ્તાને UNના મહિલા અફઘાનિ સ્ટાફ પર મુક્યો પ્રતિબંધ!
તેમણે(UNએ) આ પ્રતિબંધોને સંયુક્ત રાષ્ટ્રના સદસ્યતા માટે અફઘાનિસ્તાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના નિયમોનુ ઉલ્લંઘન ગણાવ્યું છે. કિર્ગિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓટુનબાયેવાએ કહ્યું કે તમામ અફઘાન કરમચારીઓ, સ્ત્રીઓ અને પુરુષો બંને હજી પણ ઘર પર જ છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન યુએન મહિલા રાષ્ટ્રીય સ્ટાફને પુરૂષ સ્ટાફ સાથે બદલી શકશે નહીં, તાલિબાન અધિકારીઓએ સૂચવ્યું છે.”
આ પણ વાંચો: PM મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડીને આપ્યો 7.5 કેરેટનો ગ્રીન ડાયમંડ, રાષ્ટ્રપતિ બાઈડેનને ભેટમાં આપી આ વસ્તુ