બાળકને દત્તક કઈ રીતે લઈ શકાય? જાણો સમગ્ર પ્રકિયા
HD ન્યુઝ ડેસ્કઃ આપણા માંથી ઘણા બધા વ્યક્તિને એ સમજવુ હશે કે બાળકને દત્તક કઈ રીતે લઈ શકાય? એમાં પણ ભારત જેવા દેશ જ્યાં વિવિધ ધર્મો છે, અલગ અલગ જાતી છે, 22 જેટલી ઓફિશીયલ ભાષાઓ છે અને ન જાણે કેટલી અલગતા છે તેમાં જો તમારે કોઈ બાળકને દત્તક લેવું હોય તો કેટલાક નિયમો છે જે તમારે જાણવા જોઈએ. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ પર આદેશ જારી કર્યો છે. આજે અમે તમને જણાવીશું કે ભારતમાં બાળકોને દત્તક લેવાની પ્રક્રિયા શું છે. આ સાથે, અમે બાળકને દત્તક લેવા માટે જરૂરી દસ્તાવેજો વિશે પણ જાણીશું.
તમને જણાવી દઈએ કે, વિવાહિત પરિવાર સિવાય સિંગલ પેરેન્ટ અથવા કપલ બંને બાળકને દત્તક લઈ શકે છે. જોકે મેરિડ કપલ માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
બાળક દત્તક લેવાના નિયમો શું છેઃ
- જો કોઈ પરિણીત યુગલ બાળકને દત્તક લેતું હોય તો તે દંપતીના લગ્નજીવન ઓછામાં ઓછા 2 વર્ષ હોવા જોઈએ.
- દત્તક લીધેલા બાળકના માતા-પિતાને ભૂતકાળમાં કોઈ જીવલેણ રોગ ન હોવો જોઈએ.
- બાળક અને માતા-પિતાની ઉંમરમાં ઓછામાં ઓછો 25 વર્ષનો તફાવત હોવો જોઈએ.
- બાળકને દત્તક લેવા માટે માતાપિતા બંનેની સંમતિ હોવી જોઈએ.
- જો કોઈ મહિલા બાળકને દત્તક લેવા માંગે છે, તો તે છોકરો અથવા છોકરી બંનેમાંથી એકને સરળતાથી દત્તક લઈ શકે છે.
- જો કોઈ પુરુષ બાળકને દત્તક લેવા માંગે છે, તો માત્ર એક છોકરો જ દત્તક લઈ શકે છે.
- દંપતી છોકરો કે છોકરી બંનેમાંથી કોઈ એકને દત્તક લઈ શકે છે.
- બાળકને દત્તક લેતી વખતે માતા-પિતાની આર્થિક સ્થિતિ યોગ્ય હોવી જોઈએ.
દત્તક લેવા માટે જરૂરી દસ્તાવેજોઃ
- દત્તક લેનાર પરિવારનો વર્તમાન ફોટોગ્રાફ
- બાળક દત્તક લેનાર પરિવાર કે વ્યક્તિનું પાન કાર્ડ.
- બર્થ સર્ટિફિકેટ અથવા એવો કોઈ દસ્તાવેજ જેમાંથી તે વ્યક્તિની જન્મ તારીખનો પુરાવો મળી શકે.
- આધાર કાર્ડ, મતદાર આઈડી, પાસપોર્ટ, લેટેસ્ટ વીજળી બિલ, ટેલિફોન બિલ આમાંથી કોઈપણ એક દસ્તાવેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- તે વર્ષના આવકવેરા રિટર્નની અધિકૃત નકલ
- દત્તક લેવા ઇચ્છુક દંપતીએ તેમના સંબંધિત તબીબી પ્રમાણપત્રો સબમિટ કરવાના રહેશે. તે પ્રમાણપત્ર સરકારી હોસ્પિટલના ડૉક્ટરનું સહી કરેલું પ્રમાણપત્ર હોઈ શકે છે. જેથી એ સાબિત થઈ શકે કે બાળકને દત્તક લેનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની બીમારી નથી.
- લગ્ન પ્રમાણપત્ર જો દત્તક લેનાર પરિણીત હોય (જો પરિણીત હોય તો)
- જો વ્યક્તિ છૂટાછેડા લીધેલ હોય તો તેનું પ્રમાણપત્ર.
- દત્તક લેવાની તરફેણમાં ઇચ્છુક વ્યક્તિ સંબંધિત બે વ્યક્તિઓનું નિવેદન.
- જો ઇચ્છુક વ્યક્તિને પહેલેથી જ બાળક હોય અને તેની ઉંમર પાંચ વર્ષથી વધુ હોય, તો તેની સંમતિ.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારને મળ્યું ‘યુનિફોર્મ સિવિલ કોડ’ પર AAPનું સમર્થન!