ટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં પૃથ્વી કેટલી સુંદર દેખાય છે

NASA, 03 ફેબ્રુઆરી : યુએસ સ્પેસ એજન્સી નાસા નિયમિતપણે આપણા બ્રહ્માંડની અદભૂત તસવીરો કેપ્ચર કરે છે, જે અવકાશ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દે છે. નાસાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એ લોકો માટે ખજાનો છે જેઓ પૃથ્વી અને અવકાશનું પ્રદર્શન કરતાં આકર્ષક શૈક્ષણિક વીડિયો અને ફોટોસ જોવાનું પસંદ કરે છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ તેની તાજેતરની પોસ્ટમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી લેવામાં આવેલી પૃથ્વીની ક્ષિતિજની અદભૂત તસવીર શેર કરી છે. અવકાશયાત્રી એન્ડ્રેસ મોગેન્સેન દ્વારા લેવામાં આવેલા ફોટોમાં આપણા ગ્રહને પ્રકાશિત કરતી તેજસ્વી સોનેરી ચમક દર્શાવે છે. નાસાના જણાવ્યા અનુસાર, આ વાતાવરણીય ગ્લો ત્યારે જોવા મળે જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં અણુઓ અને પરમાણુઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે.

 

View this post on Instagram

 

A post shared by NASA (@nasa)

નાસા પોસ્ટનું કેપ્શન આ મુજબનું છે, અવકાશયાત્રીઓએ તેમના દૈનિક શેડ્યૂલ માંથી બ્રેક લેવો જોઈએ – અને તમારે પણ આવું કરવું જોઈએ! માઇન્ડફુલનેસ અને મેડિટેશન બંને અવકાશયાત્રીઓ દ્વારા અવકાશમાં લાંબા ગાળાના મિશન પર ઉપયોગમાં લેવામાં આવે છે જે અહીં પૃથ્વી પર પણ લાગુ કરી શકાય છે. સ્પેસ એજન્સીએ જણાવ્યું હતું કે, પૃથ્વીનો વાતાવરણીય ગ્લો અને તારાઓનું આકાશ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (@ISS) પરથી લેવામાં આવેલા આ ઉચ્ચ એક્સપોઝર ફોટોમાં કેપ્ચર કરવામાં આવ્યું છે. જે પાપુઆ ન્યુ ગિનીના ઉત્તરપૂર્વમાં પેસિફિક મહાસાગરથી 258 માઇલ ઊચે છે.

આ ફોટો પૃથ્વીની ઉપર ચમકતો સોનેરી ગ્લો દર્શાવે છે, જેમાં સ્ટેરી સ્કાય બેકગ્રાઉન્ડના ઘેરા કોન્ટ્રાસ્ટ વચ્ચે એક શુબ રંગ દેખાય છે. Space.com અનુસાર, આ ઘટનાને એરગ્લો તરીકે ઓળખવામાં આવે છે. આ ત્યારે થાય છે જ્યારે સૂર્યપ્રકાશ ઉપલા વાયુમંડલને અણુઓ અને પરમાણુઓ દ્વારા ઊર્જાવાન બનાવે છે. ત્યારે અવકાશમાં આ નરમ ચમક ઉત્સર્જિત થાય છે.

નાસાએ ઇમેજ ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે – ISS પરથી જોવા મળ્યું પૃથ્વીની સપાટી ઉપરનું સ્ટેરી સ્કાય. પૃથ્વીના વાયુમંડળની સોનેરી ચમક ઉપર લાલ ચમક દેખાય છે. પૃથ્વીની સપાટી વાદળોથી ઘેરાયેલી છે, જે સંપૂર્ણ રીતે મહાસાગર જેવુ લાગે છે. ડાબી બાજુએ, સ્ટેશનનું નેવિગેશન મોડ્યુલ અને પ્રિચલ ડોકિંગ મોડ્યુલ દેખાય છે, જે બંને રોસકોસ્મોસથી છે.

આ પણ વાંચો : બ્રહ્માંડનો અત્યાર સુધીનો સૌથી મોટો એક્સરે મેપ આવ્યો સામે, જાણો કેટલા બ્લેક હોલ છે તેમા

Back to top button