ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને
અનાજ અને કઠોળ સહિત રોજીંદી ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા સામાન્ય માણસને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોએ રોજીંદા ખોરાકમાંથી શું ખાવુ અને શું ન ખાવું તે માટે મુશ્કેલી ઉભી થઈ છે. ધીરે ધીરે જીવનજરૂરી ખાધ્ય વસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.
કઠોળ અને લીલા શાકભાજીના ભાવમા વધારો
વધતી જતી મોંધવારી વચ્ચે સામાન્ય માણસને વધુ એક ફટકો પડ્યો છે. કઠોળ અને લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે.કઠોળમાં કિલોએ રૂ.40 સુધીનો વધારો થયો છે. જ્યારે ઉનાળાની ગરમી ચાલુ થતા લીલા શાકભાજીની આવક પણ ઓછી થઈ છે જેના કારણે શાકભાજીના ભાવોમાં પણ કિલોએ રૂ.25 થી 40 સુધીનો વધારો થયો છે. અને ગરમીની શરુઆત થતા લીંબુના ભાવમાં ચાર ઘણો વધારો થયો છે. પહેલા લીંબુ રૂ.40 કિલો મળતા હતા તે રિટેઈલમાં રૂ.180 કિલો મળી રહ્યા છે. અને સેમી હોલસેલમાં રૂ.120થી 130 કિલો મળી રહ્યા છે.
ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
છેલ્લા કેટલાક સમયથી દાળ, ખાદ્યતેલ, શાકભાજી બીજા ખાધ્ય પદાર્થોમાં તેમજ ખાવા-પીવાની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ ગઇ છે. જેને લીધે ગૃહિણીઓનુ બજેટ પણ અસ્તવયસ્ત થઇ ગયુ છે. કઠોળના ભાવો વધવાને લીધે ગુજરાત ભાણામાંથી હવે કઠોળ ખાવાનું ગાયબ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે
આ પણ વાંચો : Oscars 2023 : રેડ કાર્પેટ પર દીપિકાએ મચાવી ધૂમ, બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં આપ્યા સુંદર પોઝ