આગમાં સ્વાહા થયું ઘર,ગુજરાતી પરિવારના માથે આભ ફાટ્યું

ઓકલેન્ડ, 19 એપ્રિલ, 2025 : ઓકલેન્ડની શુક્રવારની રાત એક ગુજરાતી પરિવાર ક્યારેય ભૂલી નહીં શકે. એક તરફ સાયક્લોન ટેમને પગલે વરસાદનો સામનો સમગ્ર શહેર કરી રહ્યું હતું ત્યાં વેસ્ટ ઓકલેન્ડના સ્ટીફન એવન્યુની નેફરાઇટ લેનમાં રહેતો ગુજરાતી પરિવાર આગની જ્વાળાઓથી પોતાના ઘરને બચાવી રહ્યો હતો. રાત્રે 8.20 કલાકની આસપાસ અચાનક જ કોઇ કારણસર આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં જ ઘરના ત્રીજા માળે પ્રચંડ આંગણું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફાયર બ્રિગેડને 8.24 કલાકે કોલ કરવામાં આવ્યો હતો અને બે લેડર સહિત અંદાજે 10થી વધુ ફાયર ટ્રક આગને કાબૂ કરવાંમાં લાગ્યા હતા. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરિવારની સમગ્ર મૂડી આ ઘર પાછળ લગાવી દેવામાં આવી હતી અને આંખના પલકારા સામે જ આગમાં સંપૂર્ણ ઘર બળીને ખાક થયું હતું.
ફાયર અને ઇમરજન્સી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પશ્ચિમ ઓકલેન્ડમાં ત્રણ માળના એપાર્ટમેન્ટ બ્લોકમાં લાગેલી આગ પર લગભગ 50 ફાયર ફાઇટરોએ કાબુ મેળવ્યો છે. રાત્રે લગભગ 10.30 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. “બ્રિગેડ આસપાસની મિલકતોનું રક્ષણ કરવા અને આગ ઓલવવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી. જોકે સદનસીબે કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.લગભગ એક ડઝન આસપાસના રહેવાસીઓ રસ્તાની બાજુમાં ઉભા જોવા મળ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું કે તે આગ લાગી હોય તે ઘરમાં પરિવારને મળવા ગયો હતો. તેમણે કહ્યું કે કોઈએ ધુમાડા તરફ ધ્યાન દોર્યા પછી બધા બહાર નીકળી ગયા હતા, અને તેમણે ત્રણ પુખ્ત વયના લોકોને આગમાં સળગતા ઘરમાંથી બહાર નીકળતા જોયા હતા.
પરિવાર ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાનું ભૂલી ગયો હતો
પરિવારે ગો લિટલ વેબસાઇટ પર આગમાં સ્વાહા થયેલા ઘરને પુન: બાંધકામ માટે ડોનેશન અપીલ કરી હતી. પરિવારે જણાવ્યું હતું કે ઘરમાં તેમના પતિ-પત્ની બે બાળકો અને કઝીન બ્રધર રહેતા હતા. આગ ક્યા કારણોસર લાગી તે અંગે કોઇ અહેવાલ મળ્યો નથી પરંતુ બે હપ્તાની ચુકવણી થઇ શકી નહતી અને તેને પગલે ઇન્સ્યોરન્સ કેન્સલ થયેલો હતો. તેઓએ મકાન ખરીદી પર $750,000 મોર્ગેજ લીધું હતું.
ઘરનું ફર્નિચર અને કપડા પણ બળીને ખાક
પરિવારે ગો લીટર ફંડ વેબસાઇટ પર જણાવ્યું હતું કે ઇન્સ્યોરન્સ કેન્સલ થઇ ગયો છે તેની જાણકારી ઇમેઇલ પર ચેક કરી જ નહતી અને આ જિંદગીની સૌથી મોટી ભૂલ સમાન સાબિત થઇ છે. આથી હું તમામને વિનંતી કરું છું કે તેઓ આ દુઃખની ઘડીમાં મદદનો હાથ લંબાવે. કારણ કે એક નાની મદદ પણ હાલ અમારા માટે મોટી બની રહેશે. અમે બેંકરપ્સીથી બચવા અથવા ઘરને ફરીથી બાંધવા માટે આ ડોનેશનમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કરીશું.
આ પણ વાંચો:ઈસ્ટરના તહેવાર ઉપર કોઈ હુમલો નહીં કરાઈ, પુતિને કરી યુક્રેન સાથે યુદ્ધવિરામની જાહેરાત












