રાજકોટના ગોંડલમાં મકાન ધરાશાયી થયું, મહિલા સહિત ત્રણ દબાયા, બચાવ કામગીરી શરૂ, જુઓ વીડિયો


રાજકોટ, 20 ફેબ્રુઆરી : રાજકોટના ગોંડલમાં કરૂણ ઘટના બની છે. જેમાં એક મકાનનું રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક મકાનનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણ લોકો દટાઈ ગયા હતા. દટાઈ ગયેલા લોકોમાં એક પુરૂષ અને બે મહિલાઓ સામેલ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.
Rajkot, Gujarat: A two-story house collapsed in Sahjanand Nagar, Gondal, during renovation, between 7:00 and 8:00 AM. Three people, including one man and two women, are suspected to be trapped under the debris. Rescue operations are underway pic.twitter.com/yMpOLp4K9H
— IANS (@ians_india) February 20, 2025
મળતી માહિતી મુજબ, ગોંડલના ગરબી ચોક પાસે મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું. ત્યારે બે માળનું મકાન અચાનક ધરાશાયી થઇ જતાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા છે. જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલમાં ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડીને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહી છે. આ દુર્ઘટનામાં હજુ એક પુરૂષ અને એક મહિલા કાટમાળ નીચે દટાયેલા છે. જ્યારે એક વૃદ્ધાને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.