ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં હોટલો-રેસ્ટોરેન્ટના નાસ્તા ખાવા લાયક નથી, જાણો કેમ

Text To Speech
  • પીઝા બોક્ષમાં 15 જેટલા જિવડાં નીકળતાં લા પિનોઝ પિઝા સીલ
  • રૂ. 2,24,000નો દંડ અને રૂ. 1,69,500 રજિસ્ટ્રેશન ફી વસૂલાઈ
  • 671 કિલો અને 541 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોના નાશ કરવામાં આવ્યો

અમદાવાદમાં હોટલો-રેસ્ટોરેન્ટના નાસ્તા ખાવા લાયક નથી. જેમાં ફૂડ-હેલ્થ વિભાગનું 518 એકમોમાં ચેકિંગ થયુ છે. તેમાં 299 એકમોને નોટિસ આપવામાં આવી છે. તથા 123 સેમ્પલ લેવાયા છે. તેમજ રૂ. 2,24,000નો દંડ અને રૂ. 1,69,500 રજિસ્ટ્રેશન ફી વસૂલાઈ છે. ત્યારે ભેળસેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કારનારા સામે ધોંસ વધી છે.

આ પણ વાંચો: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભ 2.0માં રજીસ્ટ્રેશનનો આરંભ કરાવ્યો 

પીઝા બોક્ષમાં 15 જેટલા જિવડાં નીકળતાં લા પિનોઝ પિઝા સીલ

આગામી દિવસોમાં હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે. AMCના હેલ્થ- ફુડ વિભાગ દ્વારા ભેળસેળ કરીને તથા અનહાઈજેનિક ખોરાક વેચીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કારનારા વેપારીઓ અને એકમોમાં તા. 17 સપ્ટેમ્બરથી તા. 23 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં ચેકિંગ હાથ ધરીને 123 સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે. પીઝા બોક્ષમાં 15 જેટલા જિવડાં નીકળતાં લા પિનોઝ પિઝા, કેપસ્ટોન, પરિમલ ચાર રસ્તાને ‘સીલ’ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાત: પાક નુકસાનના કિસ્સામાં રાજ્ય સરકારે ખેડૂતોને પાક સહાય ચૂકવવા નિર્ણય કર્યો 

હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા 518 એકમોનું ચેકિંગ કરીને 299 એકમોને નોટિસ અપાઈ

હેલ્થ-ફૂડ વિભાગ દ્વારા 518 એકમોનું ચેકિંગ કરીને 299 એકમોને નોટિસ અપાઈ હતી અને 671 કિલો અને 541 લિટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોના નાશ કરવામાં આવ્યો છે તેમજ રૂ. 2,24,000નો દંડ અને રૂ. 1,69,500 રજિસ્ટ્રેશન ફી વસૂલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ફુડ વિભાગ દ્વારા હોટલો, રેસ્ટોરેન્ટ ખાણી પીણીના એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે. હેલ્થ- અનેડ ફૂડ વિભાગ દ્વારા ફરસાણનો ધંધો કરતા એકમોમાં ચેકિંગ કરીને એક જ તેલમાં વારંવાર ફસાણ તળીને નાગરિકોના આરોગ્યને હાનિ પહોંચાડનારને અટકાવવા માટે 53 એકમોમાં TPC ચેક કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં હેલ્થ- ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે.

Back to top button