જૂનાગઢ જિલ્લામાં હોટલ માલિકોએ ‘પથિક’ સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
- જૂનાગઢ જિલ્લામાં હોટલ, ગેસ્ટહાઉસ, આશ્રમ, મંદિર, મસ્જિદ, અતિથિગૃહ, સમાજવાડી, ધર્મશાળા, ફાર્મહાઉસ તથા રિસોર્ટમાં રોકાતા મુસાફરોની યાદી પથિક વેબ પોર્ટલ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત
જૂનાગઢ, 6 ફેબ્રુઆરી: મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટરના હોટલ માલિકો માટે બહાર પાડેલા જાહેરનામાં બાદ હવે જૂનાગઢ જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં આવેલ હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ સમાજની વાડીઓ, લોજ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો, ફાર્મ હાઉસ તથા રિસોર્ટ માટે ઓનલાઈન વેબ પોર્ટલ http:”//pathik.guru/ ‘પથિક’ સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત કરવામાં આવ્યું છે.
હોટલ માલિકોએ મુસાફરોની વિગત ‘પથિક’ સોફ્ટવેરમાં નાખવી ફરજીયાત
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામત અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષક જૂનાગઢ તરફથી થયેલ દરખાસ્ત મુજબ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.એફ. ચૌધરી ફોજદારી કાર્યનીતિ અધિનિયમ 1973ની કલમ 144 હેઠળ મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં હોટલ, ગેસ્ટ હાઉસ, ધાબા, આશ્રમો, મંદિરો, મસ્જિદ, અતિથિગૃહ, વિશ્રામ ગૃહ, સમાજની વાડીઓ, ધર્મશાળા, મુસાફરખાના, યાત્રાળુ માટે રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસો ફાર્મ હાઉસ, રિસોર્ટની જૂનાગઢ જિલ્લાની એસ.ઓ.જી.શાખાની ઓફિસમાં રજીસ્ટર કરાવી પથિક વેબ પોર્ટલ માટેના યુઝર આઇડી પાસવર્ડ મેળવી લઈ રોજે રોજ આવતા તમામ રોકાણ કરતા મુસાફરોની રજીસ્ટરમાં નોંધ ફરજીયાદ કરાવવાની રહેશે આ ઉપરાંત 24 કલાકની અંદર ઓનલાઇન પોર્ટલમાં એન્ટ્રી કરવાની રહેશે. તે સિવાય કોઈ પણ વ્યક્તિને આવા સ્થળોના માલિકો/સંચાલકો/મેનેજરો ભાડે/વગર ભાડેથી આપી શકશે નહીં.
રજીસ્ટ્રેશન કરાવ્યા વગર કોઈ પણ મુલાકાતીને રાખી શકાશે નહીં
આવા સ્થળોમાં મુસાફર આવે ત્યારે તમામ મુસાફરોની મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http:”//pathik.guru/માં જણાવેલ તમામ માહિતીની સચોટ ડેટા એન્ટ્રી તેઓના લીધેલ આઈડી પ્રૂફ મુજબની પુરા નામ સરનામા સાથે 24 કલાકમાં કરવાની રહેશે. તમામ ભારતીય મુસાફરોની ફોટો આઈડી તરીકે તેઓના અસલ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ ચેક કરી તેને અપલોડ કરવાના રહેશે. ફોટો આઈ.ડી પ્રૂફ તરીકે ઝેરોક્ષ કોપી મેળવીને તેઓ ઉપર તેઓની સહી લેવાની રહેશે.આ રોકાયેલ વિદેશી માધ્યમ મુસાફરોને મળવા આવતા સ્થાનિક અન્ય ઈસમો મુલાકાતઓની અલાયદી નોંધ રાખી તેઓના અસલ ફોટો આઈડી ચેક કરી તેની નકલ મેળવી અને મુલાકાત કર્યાની ખાસ નોંધ તેની માહિતી જે તે ગ્રાહકના ફોટો આઈડી સાથે ફાઇલ કરવાની રહેશે. કાર્યવાહી કર્યા વિના કોઈ પણ વ્યક્તિને આવા સ્થળોના માલિક/સંચાલક કે વહીવટકર્તા તેમની જગ્યા ભાડેથી રહેવા મુલાકાત લેવા અથવા ધંધાકીય ઉપયોગમાં લેવા માટે આપી શકશે નહીં.
હોટલ માલિકોએ હવે રાખવી પડશે કાળજી
જૂનાગઢ જિલ્લામાં આવેલ તમામ મુસાફર રહેઠાણ એટલે કે હોટલો, ગેસ્ટહાઉસ, આશ્રમ, મંદિર, મસ્જિદ, અતિથિગૃહ, સમાજવાડી, ધર્મશાળા, ફાર્મહાઉસ તથા રિસોર્ટમાં આવતા તમામ મુસાફરોના મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http:”//pathik.guru/માં નોંધાવના રહેશે અને આ મુસાફરો એ આપેલ મોબાઈલ નંબર સાચો છે કે કેમ તે બાબતે ઉપરોક્ત સ્થળોના રિસેપ્શનમાં કામ કરનાર કર્મચારીઓ કોલ કરી ખરાઈ કરવાની રહેશે. હોટલમાં આવનાર કોઈપણ મુસાફરોની શંકાસ્પદ લાગે તો તાત્કાલિક એસ.ઓ.જી.શાખા અથવા સ્થાનિક પોલીસ અથવા તો પોલીસ કંટ્રોલ જૂનાગઢને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા તથા તેની ત્રણ માસ સુધીના રેકોર્ડિંગ નો બેકઅપ રાખવાનો રહેશે. મુસાફરો જે વાહનમાં આવેલ હોય તે વાહનોના પ્રકાર, મેન્યુફેક્ચર કંપનીનું નામ, ટુ વ્હિલર/ ફોર વ્હિલર અને રજીસ્ટર નંબરની નોંધ મેન્યુઅલ ગેસ્ટ રજીસ્ટર ઉપરાંત ઓનલાઈન વેબ પોર્ટલ http:”//pathik.guru/માં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
રોકાયેલા મુસાફરોની તમામ માહિતી રિસેપ્શન કાઉન્ટર પર રાખવાની રહેશે
આકસ્મિત આગ લાગે ત્યારે તે માટેના આગ ઓલાવવાના fire extinguisher પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે. પથિક વેબ પોર્ટલ સંબંધિત રજીસ્ટરો/રેકોર્ડ પોલીસ ઓફિસર વિઝીટ બુક, ઇમરજન્સી કોલ બુક રિસેપ્શન કાઉન્ટર રાખવાના રહેશે અને પોલીસ જ્યારે જોવા માંગે ત્યારે બતાવવાના રહેશે. ઉપરોક્ત સ્થળોએ કામ કરતાં તમામ માલિકો, ભાગીદારો, મેનેજરો, રીસેપ્શનિસ્ટ કે અન્ય કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓના હાલના તથા વતનના નામ સરનામા અને મોબાઈલ નંબરોની અધ્યતન માહિતીની યાદી રીસેપ્શન પર રાખવાની રહેશે અને તમામ કર્મચારીઓના પોલીસ વેરિફિકેશન દર છ માસે એ.સો.જી શાખા અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને તેની એક નકલ રિસેપ્શન કાઉન્ટર ઉપર રાખવાની રહેશે.
પથિક વેબ પોર્ટલ બંધ આવે તો તરત જાણ કરવાની રહેશે
http:”//pathik.guru/ વેબ પોર્ટલને લગતી ડેટા એન્ટ્રી કરવામાં તકલીફ પડતી હોય અથવા પથિક વેબ પોર્ટલ બંધ આવતો હોય તો વિના વિલંબે તાત્કાલિક એસ.ઓ.જી. શાખા જુનાગઢ જિલ્લાનો સંપર્ક કરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં તમામ મુસાફરોની ડેટા એન્ટ્રી ૨૪ કલાકમાં કરવાની રહેશે.
જાહેરનામાનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ સજા
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ તા.૨૯/૩/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ આ જાહેરનામાના ભંગગ બદલ ફરિયાદ નોંધવા માટે પોલીસ હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર રમકડાનું ડ્રોન મળતાં પોલીસ દોડતી થઈ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ