અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ખ્યાતિકાંડના આરોપી CEO રાહુલ જૈનની જામીન અરજી કોર્ટે ફગાવી

Text To Speech

અમદાવાદ, 5 ફેબ્રુઆરી : અમદાવાદમાં થયેલા ખ્યાતિકાંડ પ્રકરણમાં હોસ્પિટલના CEO રાહુલ જૈન દ્વારા અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

જામીન અરજીમાં શું રજૂઆત કરવામાં આવી હતી?

આ જામીન અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, તે આ હોસ્પિટલમાં માત્ર CEO તરીકે કાર્યરત હતો જેના લીધે તેની જવાબદારી અમર્યાદિત હોઈ શકે નહીં. પોતે માત્ર CA અને CS છે. તે પહેલા બહુ જાણીતી સાલ હોસ્પિટલ સાથે જોડાયેલો હતો. બાદમાં વર્ષ 2020થી ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયો હતો.

ઓડિટ રિપોર્ટ ઉપર અરજદારની સહી નથી

રાહુલ જૈનને હોસ્પિટલમાં થતા ઓપરેશન, માર્કેટિંગ કે બ્રાન્ડિંગ સાથે કોઈ લેવાદેવા નથી. હોસ્પિટલના ડિરેક્ટરોએ લીધેલા નિર્ણયના પેપર ઉપર ક્યાંય તેની સહી નથી. અરજદાર PMJAY યોજના સંલગ્ન કાર્ય પણ કરતો નહોતો. પોલીસનું કહેવું છે કે, અરજદારે ખ્યાતિ હોસ્પિટલનો ઓડિટ રિપોર્ટ ખોટો બનાવીને તેને નુકસાની બતાવી હતી. જો કે ઓડિટ રિપોર્ટ ટેલી સોફ્ટવેરમાં બને છે, જેમાં અરજદાર છેડછાડ કરી શકે નહીં. ઓડિટ રિપોર્ટ ઉપર અરજદારની સહી નથી.

આરોપી દોષિત સાબિત થયા પહેલા સજા આપી શકાય નહીં

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ એક પ્રાઇવેટ કંપની છે. જેની ઉપર કંપનીના કાયદાઓ લાગુ પડે છે. કંપનીના હિસાબોના ઓડિટ માટે કંપની ઓડીટર હાયર કરે છે. રાહુલ જૈનને CEO તરીકેના પગારના પૈસા મળતા હતા, લીગલ સલાહકારના નહિ. અરજદારના ત્યાં દીકરીનો જન્મ થયો છે પણ આ કેસ ચાલતો હોવાથી તે પરિવાર સાથે રહી શક્યો નથી. અરજદારની પૂરતી તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, તે 67 દિવસથી જેલમાં છે. તેનું સારું એકેડેમિક કેરિયર છે, તેને દોષિત સાબિત થતાં પહેલા સજા આપી શકાય નહિ.

કોર્ટે અરજદારની જામીન અરજી નકારી

દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલ સંલગ્ન એક ડોક્ટર અને PROએ જણાવ્યું છે કે, વર્તમાન અરજદાર વધુમાં વધુ પેશન્ટોની એનજીઓગ્રાફી અને એનજીઓપ્લાસ્ટિ કરવા ડોક્ટરો ઉપર દબાણ કરતા હતા. આ કેસમાં હજી વધુ તપાસ ચાલુ છે ત્યારે આરોપીને અત્યારે જામીન આપી શકાય નહિ, આથી કોર્ટે અરજદારની જામીન અરજી નકારી નાખી હતી.

આ પણ વાંચો :- અમદાવાદમાં 10 વર્ષના માસૂમ પુત્રની પિતાના હાથે હત્યા

Back to top button