2024માં ઘરની આ દિશામાં લગાવો ઘોડાની નાળ, શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ


- ઘરમાં ઘોડાની નાળ લગાવવાથી સુખ-શાંતિ આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે, જોકે તેને લગાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. તો 2024માં તમે પણ ઘરમાં લગાવો ઘોડાની નાળ
વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં કાળા ઘોડાની નાળ લગાવવી ખૂબ જ ફાયદાકારક છે. તેને શુભ અને મંગળકારી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે નજર દોષમાંથી મુક્તિ મેળવવા માટે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે ઘરના દરવાજે ઘોડાની નાળ લગાવવામાં આવે છે. તેનાથી પરિવારજનોનું સ્વાસ્થ્ય સારુ રહે છે. જીવનમાં આવતી બાધાઓ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. ઘરમાં ઘોડાની નાળ લગાવવાથી સુખ-શાંતિ આવે છે અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે, જોકે તેને લગાવતી વખતે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. આવો જાણીએ 2024માં તમે ઘરની કઈ દિશામાં ઘોડાની નાળ લગાવશો.
ઘોડાની નાળ લોખંડની બનેલી હોય છે, તે ઘોડાના પગમાં પહેરાવવામાં આવે છે, જેના કારણે તે સરળતાથી ચાલી અને દોડી શકે છે. ઘોડાની નાળ 2 શેપમાં આવે છે. યુ શેપ અને રિવર્સ યુ શેપ. વાસ્તુમાં ઘરમાં ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે.
કઈ દિશામાં લગાવશો ઘોડાની નાળ?
- વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર કે પુર્વ દિશામાં કાળા ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે. તેનાથી ધન, સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.
- વાસ્તુ મુજબ ઘરનું મુખ્ય દ્વાર દક્ષિણ કે પુર્વ દિશામાં હોવું જોઈએ, પછી ઘોડાની નાળ ઉત્તર કે પુર્વ દિશામાં લગાવવાથી બચવું જોઈએ.
- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે ઘોડાના જમણા પગની નાળને ઘરના મુખ્યદ્વાર પર લટકાવી શકો છો. તેનાથી ઘન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે.
- વાસ્તુ અનુસાર શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મેળવવા માટે એક વાડકી સરસવના તેલમાં કાળા ઘોડાની નાળ નાંખીને શમીના ઝાડના મુળમાં દાટી દો. એવી માન્યતા છે કે આમ કરવાથી શનિની મહાદશામાંથી રાહ મળે છે.
- ઘર અને ઓફિસમાં યુ શેપ વાળી ઘોડાની નાળ લગાવવી શુભ ગણાય છે.
- જો તમારી પાસે રિવર્સ યુ શેપની નાળ હોય તો તેની ઉપર કાચ લગાવવો જરુરી છે.
આ પણ વાંચોઃ 2024માં કઈ રાશિ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ? જાણો બચવાના ઉપાય